પત્નિને શંકા હતી કે પતિને સગી પુત્રી સાથે જ છે સેક્સ સંબંધો, આ શંકાનો આવ્યો કેવો કરૂણ અંજામ ? જાણો
પ્રતાપરામે પત્નિ અને પુત્રીની હત્યા બાદ લોહીવાળાં કપડાં અને રૂમાલ બહાર ખુલ્લી જગ્યામાં સળગાવી દીધાં હતા અને છરી બહાર ગટર બાજુ ફેંકી દીધી હતી. એ પછી તે પોલીસ સામે હાજર થઈ ગયો હતો. એક શંકાના કારણે સર્જાયેલા આ ડબલ મર્ડરના કારણે લોકો હતપ્રભ થઈ ગયાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાગી ગયેલાં લીલાબેને બૂમ પાડતાં પ્રતાપરામે તેમને શરીરના અન્ય ભાગો પર પણ છરીના ઘા માર્યા હતા અને મોતને ઘાટ ઉતારી હતી. માતાની બૂમો સાંભળીને દોડી આવેલી પુત્રી કોમલ (18-વર્ષ)ને પણ પ્રતાપરામે ધક્કો મારીને પાડી દીધી હતી અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી હતી.
આ ઝઘડા પછી પ્રતાપરામ ઘુંઆપુંઆ થઈ ગયો હતો અને તેણે પોતાની શંકાશીલ પત્નિને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. રાત્રે પત્નિ સૂઈ ગઈ પછી પ્રતાપરામ ઉઠ્યો હતો અને સાડાબાર વાગ્યાની આસપાસ સૂઈ રહેલી પત્નીના ગળા પર છરી મારી દીધી હતી.
અમદાવાદઃ અમદાવાદ પાસે આવેલા બાવળામાં એક યુવકે પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. જો કે વધારે ચોંકાવનારી બાબત આ હત્યા પાછળનું કારણ છે અને એ કારણ જોઈ કોઈ પણ વ્યક્તિ હચમચી જાય.
લીલાબેનને શંકા હતી કે પ્રતાપરામને પોતાની સગી દીકરી કોમલ સાથે સેક્સ સંબંધો છે અને બંને પોતાની ગેરહાજરીમાં રંગરેલિયાં મનાવે છે. લીલાબેન આ કારણે પ્રતાપરામ સાથે ઝગડ્યા જ કરતાં. રવિવારે પણ બંને વચ્ચે આ મુદ્દે બહુ મોટો ઝગડો થયો હતો.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો પ્રતાપરામ મેઘવાલ બાવળાની શાંતિનગર સોસાયટીમાં રહે છે. તેની પત્ની લીલાબેન (36 વર્ષ) અને પુત્રી કોમલ (18 વર્ષ) પણ સાથે જ રહેતાં હતાં પણ પત્નિની શંકાએ તેનું જીવન હરામ કરી નાંખેલું.
આ યુવકની પત્નીને શંકા હતી કે તેના પતિને પોતાની સગી પુત્રી સાથે અનૈતિક સેક્સ સંબંધો છે. આ મુદ્દે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. તેનાથી ત્રસ્ત યુવકે રવિવારે મોડીરાત્રે પત્ની-પુત્રીની હત્યા કરી નાંખી અને એ પછી આરોપી પતિ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -