અમદાવાદ: સગાઈ તોડી નાખવાની ધમકી આપી મંગેતરે યુવતી સાથે શારીરિક સંબંધ બાધ્યા પછી શું થયું? જાણો વિગત
યુવતીના માતા પિતા યુવકને અવાર નવાર લગ્ન માટે કહેતા હતા પરંતુ યુવક હાલ સગવડ નથી કહી વાત ટાળતો. જોકે તેણે કોર્ટ મેરેજ કરી લઈએ ત્યાર બાદ ધામધૂમથી સમાજમાં લગ્ન કરીશું તેમ કહ્યું હતું. યુવકે યુવતી સાથે મેરેજ બ્યુરોની મદદથી કોર્ટ મેરેજ કર્યાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતીના જેઠે ધમકી આપી હતી કે, અમારે હોસ્પિટલ અને જજની ઓળખાણ છે આત્મહત્યાનો પ્રયાસ કરી ખોટો કેસ કરી દઈશું. તેમજ તને જાનથી મારી નાંખીશું કહેતા યુવતીએ મંગેતર સામે બળાત્કારની તથા તેના પરિવાર સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તેમજ થોડાક મહિના બાદ યુવકની બહેન મળી આવી હતી. યુવતી અને યુવકના 4 જાન્યુઆરી 2019ના લગ્ન નક્કી થયા હોઈ યુવતીના માતા-પિતાએ લગ્ન માટે ખરીદી કરી નરોડામાં લગ્ન માટે હોલ બુક કરાવ્યો હતો. તેવામાં યુવકે તથા તેના પરિવારે લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.
નરોડામાં રહેતી અને કોર્ટમાં વકીલાત કરતી યુવતીની સગાઈ હાથીજણ રહેતા યુવક સાથે 29 જાન્યુઆરી 2017ના રોજ થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવક 16 માર્ચ 2017ના દિવસે યુવતીના ઘરે આવી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તેણે યુવતીને કહ્યું હતું કે, આપણી સગાઈ થઈ ગઈ છે લગ્ન નક્કી થઈ ગયા છે તો શારીરિક સંબંધ બાંધવામાં વાંધો શું છે? શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા યુવકે સગાઈ તોડી નાંખવાની ધમકી આપી હતી.
અમદાવાદ: વકીલાત કરતી યુવતીએ મંગેતર સામે લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઈન્કાર કરતાં મંગેતર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતી શારીરિક સંબંધ ન બાંધે તો મંગેતર સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હતો. મહિલા પોલીસે મંગેતર સહિતના 4 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. મંગેતરે યુવતી સાથે કોર્ટમાં પણ લગ્ન કરી લીધા હતા.
ત્યાર બાદ ફરી 18 એપ્રિલ 2019ના દિવસે ફરી યુવકે યુવતીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં યુવકની બહેન ભાગી જતાં યુવક તથા તેના પરિવારે યુવતીને કહ્યું હતું કે, તું અહીં જ રોકાઈ જા અમારે અમારી પુત્રીનું ટેન્શન છે. જેથી યુવતી ત્યાં રોકાઈ ગઈ હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઈ યુવકે તેની સાથે સગાઈ તોડવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -