જેલમાં જઈ આવેલા ગુજરાતના ક્યા ટોચના પોલીસ અધિકારીએ આસારામનો કર્યો બચાવ? આસારામની સજાને ગણાવી હિન્દુત્વનું અપમાન?
વણઝારા FIRની કોપી મીડિયા સમક્ષ લઈને આવ્યા અને તેમણે ચાર્જશીટનો પણ અહીં ઉલ્લેખ કરીને જણાવ્યું કે, ચાર્જશીટની કોપી પણ અમારી પાસે છે તેમાં પણ બળાત્કારની વાત નથી કરાઈ. કાયદાએ જે કહ્યું છે તેનો અમે સ્વિકાર કરીએ છીએ પણ આ રીતે આસારામ જેવા સંતોને દોષિત ઠેરવવાની કોશિષ થઈ રહી છે તે દેશના હિતમાં નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડીજી વણઝારાએ કહ્યું હતું કે, આસારામ વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે એફઆઈઆરમાં મને ખરાબ ઈરાદાથી જોવામાં આવી છે. કોઈ પણ કોર્ટનો નિર્ણય આખરી હોતો નથી અને દેશમાં ઉપરી કોર્ટ પણ છે. મારો અને આસારામ બાપુનો સંબંધ ગુરુ અને શિષ્યનો છે. આ પ્રકારનો કેસ આસારામ બાપુને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે.
વણઝારાએ જણાવ્યું હતું કે, જોધપુર કોર્ટના નિર્ણયનું હું સન્માન કરું છું. જાણવા મળ્યું છે કે રેપ કેસમાં બાપુને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે હું કહેવા માંગું છું કે જોધપુરમાં જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેની કોપી મારી પાસે છે. તેમાં ક્યાં નથી કહેવામાં આવ્યું કે રેપ થયો છે. પીડિતાએ પણ પોલીસને અને 164 અંતર્ગત કહેવામાં આવ્યું છે. કોર્ટમાં ટ્રાયલ દરમિયાન રેપ થયો છે તેવું કહ્યું નથી.
વણઝારાએ આસારામનો બચાવ કરતા કહ્યું હતું કે, મારી પાસે એફઆઈઆરની નકલ છે જેમાં ક્યાંય નોંધાયું નથી કે રેપ થયો છે. યુવતીની વર્જિનિટી અકબંધ છે. પીડિતાએ પોલીસ સમક્ષ પણ રેપ થયો હોવાનું જણાવ્યું નથી. કોર્ટમાં ટ્રાયલ દરમિયાનન પણ પીડિતાએ તેના પર રેપ થયાની વાત કરી નથી. ફરિયાદમાં માત્ર એટલી જ વાત છે કે બદઈરાદાપૂર્ણક તેને સ્પર્શ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ચાર્જમાં બાપુજીને દોષિત ઠેરવ્યા છે.
અમદાવાદ: આજે જોધપુરની કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળી છે. ત્યારે આસારામના અનુયાયીઓમાં નિરાશા જોવા મળી રહી છે. આસારામને દોષિત જાહેર કરાતાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા મોટેરા આશ્રમમાં દોડી ગયા હતા. અહીં આવીને તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી. જેમાં બાપૂએ રેપ કર્યો ન હોવાનો અને એફઆઈઆરમાં ક્યાંય રેપ લખ્યું ન હોવાનું જણાવીને હિંદુઓનું અપમાન હોવાનું કહ્યું હતું.
ડીજી વણઝારાએ વધુમાં જણાવ્યું હતું કે, આસારામ અને મારો શિષ્ય ગુરુનો સંબંધ છે. ડીજી વણઝારા જ્યારે પોલીસ અધિકારી તરીકે નોકરી કરતાં હતા ત્યારે પણ આસારામ બાપુને ઘણીવાર મળી ચૂક્યા છે. આસારામને દોષિત ઠેરવ્યા બાદ વણઝારા મોટેરાના આસારામ આશ્રમ પર પહોંચ્યા હતાં જ્યાં અનુયાયીઓને સાથે મુલાકાત પણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -