'ભાજપના EX MLAનો પુત્ર મને દારૂ પીવડાવી પરાણે સેક્સ સંબંધો બાંધે છે', અમદાવાદી યુવતીની ફરિયાદ
યુવતી આ પહેલાં ઉના પોલીસ સ્ટેશનમાં વિજય રાઠોડ સામે ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. જોકે, ઉના પોલીસે ફરિયાદ ન લેતા અંતે યુવતી ન્યાય મેળવવા માટે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના શરણે આવી છે. યુવતીએ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં તેની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના એસીપી પન્ના મોમૈયા ચલાવી રહ્યાં છે. આ અંગે પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે, વિજય રાઠોડે મને લગ્નની લાલચ આપીને મારી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ઉનાના પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડના પુત્ર વિજય રાઠોડે લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા છે. અનેકવાર યુવતી સાથે જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યો હોવાની પણ ફરિયાદ કરી છે. એટલું જ નહીં, વિજય તેને જબરદસ્તીથી દારૂ પીવડાવતો હતો અને આ પછી તેની મરજી વિરુદ્ધ સંબંધ બાંધતો હતો.
અમદાવાદઃ વાડજની એક 25 વર્ષીય યુવતીએ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે દારૂ પીવડાવીને બળજબરીથી સેક્સ સંબંધો બાંધવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ આ અંગે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. આ અરજીમાં યુવતીએ અનેક આરોપો લગાવ્યા છે. (અહેવાલઃ અનિત પટણી)