અમદાવાદ: એમેઝોનમાં ડીલીવરી બોય તરીકે કામ કરનાર યુવકે અંધારામાં વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં પછી શું થયું, જાણો વિગત
આખરે પરિવારે બતાવ્યા બાદ કલ્પેશ નાઈની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કલ્પેશ નાઈ પરણીત છે અને તે એમઝોનમાં ડીલીવરી બોય તરીકે કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકલ્પેશે અંધારામાં વિદ્યાર્થીનીના અડપલા કર્યાં હતા જેના કારણે તે ડરી ગઈ હતી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતાં આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
વિદ્યાર્થીની રાત્રે પરત ઘરે ફરી હતી ત્યારે કલ્પેશ નાઈ નામનો શખ્સ રસ્તામાં ઊભો હતો. અંધારાનો લાભ લઈ કલ્પેશે વિદ્યાર્થીનીને શારિરીક અડપલા કર્યા હતા. ત્યારે વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી હતી જોકે ત્યાં કોઈ હાજર ન હોઈ આવ્યું નહોતું જ્યારે કલ્પેશ ત્યાંથી ભાગી ગયો હતો.
અમદાવાદ: દિવસે દિવસે અમદાવાદના રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં ગુનેગારો બેફામ વધતા જાય છે. ત્યારે રામોલમાં રાત્રે બહેનપણીના ઘરેથી પરત જતી ધોરણ-7ની વિદ્યાર્થીનીને અંધારામાં લઈ જઈ યુવકે અપડલા કર્યા હતા. જેના કારણે ડરી ગયેલ વિદ્યાર્થીની ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી હતી અને જ્યારે આ અંગે તના પરિવારજનોને ખબર પડી ત્યારે તેના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં મૂળ યુપીનો પરિવાર રહે છે. આ પરિવારમાં એક 15 વર્ષિય વિદ્યાર્થીની ધોરણ-7માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીનીની તેના ઘરથી દુર બહેનપણીના ઘરે અભ્યાસ અર્થે ગઇ હતી. જોકે ઘરે પરત આવતા મોડું થઈ ગયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -