અમદાવાદ: હિટ & રન કેસના આરોપી વિસ્મય શાહે હનીમૂન માટે વિદેશ જવા હાઈકોર્ટમાં કરી અરજી, હાઈકોર્ટે શું કહ્યું? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2018 07:41 AM (IST)
1
પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે વિસ્મય કરેલી માંગણી બાબતે કોર્ટે પાસપોર્ટ રીન્યુ કરવા માટે કોર્ટમાંથી પાસપોર્ટ ઓફિસ પાસપોર્ટ મોકલવા અને ત્યાંથી પાછો કોર્ટમાં જ જમા કરવા માટેનો હુકમ કર્યો હતો.
2
હનીમૂન માટે વિસ્મય શાહે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હરવા-ફરવા અને જોવાલાયક સ્થળો ભારતમાં પણ ઘણાં છે તે માટે વિદેશ જવા માટેની છૂટ આપવાની જરૂરિયાત નથી તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું.
3
અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસના આરોપી વિસ્મય શાહની જામીનની શરતોમાં સુધારો કરવા માટે ગુજરાત હાઇકોર્ટે ઈન્કાર કરી દીધો છે. હનીમૂન માટે વિદેશ જવા વિસ્મય શાહે જામીનની શરતોમાં સુધારો કરવા માટે હંગામી જામીન આપવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઈકોર્ટે ના પાડી દીધી હતી.