અમદાવાદઃ 'સસરા ચડ્ડી પહેરીને મારી બાજુમાં સૂઈ જાય છે અને સેક્સ માણવા કહે છે'
તે પિયર આવી તે પહેલા પ્રિયાએ તેના માતા-પિતાને સાસરે બોલાવી આખી વાત કહી તો સાસરિયાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ડોક્ટર પતિનો પરિવાર હાલ પ્રિયાને છૂટાછેડા આપવા દબાણ કરે છે. યુવતીએ ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે, તેની સાસરીવાળાએ તેના દાગીના પર લોન લીધી હતી. આ લોન જેઠના જમીનના ધંધા માટે લીધી હતી.
પહેલી જ રાતે ડોક્ટર પતિએ પ્રિયાને ટોણો માર્યો હતો અને તું પૂરતું દહેજ કેમ લાગી નથી? એમ કહ્યું હતું. આ પછી તેમણે પરિવાર સાથે રહેતા મિત્ર અને ડોક્ટર આલોક સાથે સંબંધ બાંધવા કહ્યું હતું. આટલું ઓછું હોય તેમ તેના સસરા અને નણદોઈ પણ અડપલાં કરતા હતા. તેમજ સાસરિયા દહેજની માગણી પણ કરતા હતા. અંતે હેરાનગતિથી તંગ આવી પત્ની પિયર આવી ગઈ હતી.
શહેરના નવા નરોડામાં રહેતા પૂર્વ આર્મીમેનની દીકરી પ્રિયા(નામ બદલ્યું છે)ના એપ્રિલ 2016માં મુંબઈના ડોક્ટર પરેશ(નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન કરીને પતિના ઘરે ગયેલી પ્રિયાને પહેલી જ રાતે પતિએ કહ્યું હુતં કે, ‘હું તારી સાથે શારીરિક સંબંધ બાંધી શકું એમ નથી.પરિવારને વારસદાર આપવા તારે મારા પિતા અને મિત્ર સાથે સંબંધ રાખવો પડશે.’
યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ શરીર સુખ આપી શકે તેમ ન હોવાથી પિતાનો વારસો જાળવવા માટે તેના મિત્ર અનિલ અને સસરા અવારનવાર શરીર સંબંધ બાંધવા પ્રયાસ કરે છે. સસરા ચડ્ડી પહેરીને તેના પલંગની બાજુમાં સુઈ જાય છે અને શારીરિક અડપલાં કરે છે.
અમમદાવાદ: શહેરના નરોડાની યુવતીને મુંબઈના ડોક્ટર સાથે લગ્નની પહેલી જ રાતે કડવો અનુભવ થયો હતો. લગ્નની પ્રથમ રાતે જ પતિએ મારા પિતા અને મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે, તેમ કહેતા યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે યુવતીએ પરિવારજનોને વાત કરતાં સાસરીવાળાએ યુવતીને ઘરેથી કાઢી મૂકી છે.
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં મુંબઈ સ્થિત પતિ સહિતના સાસરીયા સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે સમાજના રિતરિવાજ મુજબ તેના લગ્ન થયા હતા. લગ્ન સમયે તેના મા-બાપ પાસે દહેજ માંગવામાં આવ્યું હતું. લગ્ન બાદ દહેજ ઓછી લાવી હોવાનું કહી વારંવાર મહેણાંટોળા મારતા હતા. ગંદી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.