રાહુલ ગાંધી 11મીથી ઉત્તર ગુજરાતમાં, જાણો ક્યાં ત્રણ મોટાં ધર્મસ્થાનોની મુલાકાત લેશે?
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ૭મી નવેમ્બરે અમદાવાદની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતમાં તેઓ શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે બપોરે ૧૧.૧૫ કલાકે ‘વર્તમાન આર્થિક પરિસ્થિતિ’ ઉપર વક્તવ્ય આપશે. ત્યારબાદ બપોરે કોંગ્રેસ કાર્યાલય ખાતે મીડિયા સાથે પણ સંવાદ કરશે. ડો. સિંહ અમદાવાદની સાથે સાથે વડોદરાની મુલાકાત લઈને આર્થિક પરિસ્થિતિ અંગે વાર્તાલાપ કરે તેવું આયોજન થઈ રહ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં જીઆઈડીસી હોલમાં આયોજિત બેઠકમાં વેપારી અને ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ મહિલા સંમેલનમાં રાહુલ ગાંધી સંબોધન કરશે. અંતે રાહુલ ગાંધીનો ત્રણ દિવસનો પ્રવાસ વિજાપુર ખાતે પૂર્ણ થશે.
રાહુલ અંબાજીથી પાલનપુર, ડીસા, ભીલડી, થરા, રાધનપુર અને થરામાં આવેલા વાળીનાથ મંદિરમાં દર્શન કરશે. આ ઉપરાંત 13મી નવેમ્બરના રોજ રાહુલ ગાંધી પાટણ, હારીજ અને બહુચરાજી મંદિરમાં દર્શન કરી જાહેરસભાને સંબોધશે.
11 નવેમ્બરના રોજ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટથી સીધા ચીલોડા જવા માટે રવાના થશે. ત્યાંથી દહેગામ, પ્રાંતિજ, શામળાજી થઈને રાત્રીના સમયે અંબાજી મંદિરમાં દર્શન કરશે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે રાહુલ ગાંધી અંબાજીથી યાત્રાને શરૂ કરશે.
કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ઉપાધ્યક્ષ ૧૧ નવેમ્બરે અદાવાદ એરપોર્ટથી ચીલોડા થઈને દહેગામ, પ્રાતિજ, હિંમતનગર, શામળાજી થઈને રાત્રે 7.30 થી 8 વાગે અંબાજી પહોંચીને દર્શન-પૂજા અર્ચન કરીને આશીર્વાદ મેળવશે. યાત્રાના બીજા દિવસે-12 નવેમ્બરે અંબાજીથી પાલનપુરની યાત્રાનો પ્રારંભ થશે. જેમાં પાલનપુરથી ડીસા, ભીલડી, શિહોરી, થરા, રાધનપુર જશે. આ યાત્રામાં રબારી સમાજના વાળીનાથ મંદિરમાં દર્શન કરશે.
અમદાવાદ: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના ત્રણ દિવસનો પ્રારંભ હવે 11મી નવેમ્બરથી થશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ 11થી 13 નવેમ્બર દરમિયાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, શામળાજી, રબારી સમાજના વાળીનાથ, જૈનોના તીર્થસ્થાન શંખેશ્વર અને બહુચરાજી માતાના દર્શન કરશે. આગામી 11થી 13 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીની મુલાકાત પહેલા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -