MP વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાજુક, અમદાવાદની હોસ્પિટલમાં દાખલ
સૌરાષ્ટ્રના પટેલ સમાજના અડીખમ અને અણનમ નેતા તરીકે વિઠ્ઠલ રાદડિયાની ગણના થાય છે. આ સંજોગોમાં 2015માં તેમને કેન્સર હોવાનું ખુલતાં સમર્થકોમાં ચિંતાની લાગણી ફેલાઇ હતી પરંતુ હવે સૌએ રાહત અનુભવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પોરબંદરથી બીજેપીના સાંસદ વિઠ્ઠલ રાદડિયાને બન્ને પગમાં ખાલી ચડ્યાની તકલીફ થતાં તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા પણ કેન્સર નામની જીવલેણ બીમારી સાથે લડી ચૂક્યાં છે. તેમને કેન્સર થતાં વર્ષ 2015માં અમેરિકા જઈને સારવાર કરાવી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર દવાનું રિએક્શન મગજમાં આવ્યું હોવાને કારણે તેમની તબિયત નાજુક હોવાનું માનવામાં આવે છે. સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાને કેન્સર બાદ અમેરિકામાં સફળ સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પછી પણ તેમની તબિયત ઉતાર-ચઢાવ રહ્યા કરે છે. જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન થોડાં દિવસ પહેલા પણ તેમની તબિયત લથડી હતી.
અમદાવાદ: પોરબંદરના સાંસદ અને સહકારી અગ્રણી વિઠ્ઠલભાઇ રાદડિયાને કેન્સર બાદ તબિયતમાં સમયાંતરે ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. હાલ છેલ્લાં કેટલાક દિવસથી અમદાવાદની હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -