✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ વિદેશમાં હનીમૂન માણવા ગયેલી યુવતી સાથે પતિએ કેમ ન બાંધ્યા શારીરિક સંબંધ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 May 2018 11:45 AM (IST)
1

ન્યૂઝીલેન્ડમાં કાવ્યા અને મૃગેશ દસ દિવસ હનીમૂન પર આવતાં કાવ્યાએ પતિનું દિલ જીતવા પ્રયાસ કર્યો હતો. કાવ્યાએ પોલીસને જણાવ્યું હતું કે, અહીં તેણે મૃગેશનો હાથ પકડતાં તેણે તું મને આંગળી પણ અડાડે તો મને ઊભા થઇ જતા રહેવાનું મન થાય છે. એટલું જ નહીં મૃગેશે હું તારી સાથે કમ્ફર્ટેબલ નથી. મને ગીલ્ટી ફિલ થાય છે, તેમ પણ જણાવ્યું હતું. આ દરમિયાન તેણે કાવ્યા સાથે શારીરિક સંબંધ બાંધ્યા નહોતા.

2

ન્યૂઝીલેન્ડથી પરત ફરતી વખતે ફ્લાઇટમાં કાવ્યાએ મૃગેશને ફરીથી તેના વર્તન અંગે વાત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેને લાફો મારી દીધો હતો. કાવ્યાની ફરિયાદ છે કે, તેણે આ અંગે સાસરીયાને વાત કરતાં તેમણે કહ્યું કે, તારે અહીં રહેવું હોય તો રહે નહીંતર જતી રહે.

3

આ અંગેની વિગતો એવી છે કે, આણંદની 24 વર્ષીય કાવ્યા(નામ બદલ્યું છે)ના અમદાવાદના 27 વર્ષીય મૃગેશ(નામ બદલ્યું છે) સાથે સવા વર્ષ પહેલા લગ્ન થયા હતા. દોઢ વર્ષ સગાઈ રહ્યા પછી બંનેએ લગ્ન કર્યા હતા. લગ્નના પંદર દિવસ તો પતિએ કાવ્યા સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. જોકે, 15 દિવસ પછી તેઓ ન્યૂઝિલેન્ડ હનીમૂમ માટે ગયા ત્યારે તેણે પોત પ્રકાશ્યું હતું.

4

આ પછી ચાર નવેમ્બર 2017ના રોજ સાસરીવાળાએ કાવ્યાને તે ગરીબ ઘરની છે અને દહેજ લાવી નથી, તેમ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી. કાવ્યાને કાઢી મૂકતા તેના પિયરયાવાળા સાસરીમાં સમાધાન માટે ગયા હતા. અહીં મૃગેશે કાવ્યાના કાકાને કહ્યું હતું કે, તે પુરુષ નથી અને તેના મરજી વિરુદ્ધ લગ્ન કરાવાયા છે.

5

અમદાવાદઃ લગ્ન પછી પતિ સાથે વિદેશમાં હનીમૂન મનાવવા ગયેલી યુવતીને પતિએ શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી દિધો હતો અને પતિએ હું તારી સાથે કમ્ફર્ટેબલ નથી, તેમ કહી દીધું હતું. આ અંગે સસરાને વાત કરતાં તેમણે પુત્રવધૂ સામે ઇચ્છા થાય ત્યારે તેના રૂમમાં આવી જવાનું કહેતાં તે હચમચી ગઈ હતી. હાલ, યુવતીએ પોલીસે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

6

હાલ કાવ્યાએ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીવાળા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન(પૂર્વ)ને ટ્રાન્ફર થતાં મહિલા ક્રાઈમબ્રાન્ચને તપાસ સોંપવામા આવી છે.

7

કાવ્યાનો આક્ષેપ છે કે, પતિ રિવોલ્વર બતાવી ધમકી આપે છે. પોતે પૈસાવાળા છે અને મોટા લોકોની ઓળખાણ છે. તું અમારું કંઈ બગાડી નહીં શકે, તેવી ધમકી આપી હતી. કાવ્યાનો આક્ષેપ છે કે, પતિ શારીરિક સુખ આપતો ન હોવાથી તેણે તેના સસરાને આ અંગે વાત કરતાં તેમણે તેને દીકરો ન બોલાવે તો મારા રૂમમાં આવી જજે તેમ કહ્યું હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ વિદેશમાં હનીમૂન માણવા ગયેલી યુવતી સાથે પતિએ કેમ ન બાંધ્યા શારીરિક સંબંધ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.