ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું અવસાન, સાહિત્ય જગતમાં શોકની લાગણી
અંતિમ દિવસોમાં વિનોદ ભટ્ટનું માત્ર બ્રેઇન ચાલતું હતું પણ મોં પર હંમેશા હાસ્ય જ રહેતું હતું. વિનોદ ભટ્ટના દેહને દાન કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, ગુજરાતીઓની છેલ્લી ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઈ ભટ્ટની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી, તેમને અગાઉ પણ યુરિયાનું પ્રમાણ વધી જવાની સમસ્યા થઇ હતી. તેમના પત્ની નલિનીબહેનનું પણ થોડાક મહિનાઓ પહેલા જ નિધન થયું છે.
વિનોદ ભટ્ટને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં, જેમાં 1976 - કુમાર ચંદ્રક એવોર્ડ, 1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, 2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર તથા જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમની આગવી ઉપલબ્ધીઓ છે.
ત્યારબાદ તેઓ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને વ્યવસાયે વેરા સલાહકાર બન્યા હતા. 1996 થી 1987 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી.
વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના રોજ ગુજરાતનાં નાંદોલ ગામ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. પાસ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળની હતી.
અમદાવાદઃ ગુજરાતન જાણીતા હસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન થઇ ગયુ છે. 80 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. લેખકના અવસાનને લઇને સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -