‘મેકુનુ’ વાવાઝોડાને કારણે ગુજરાતમાં કઈ-કઈ જગ્યા એલર્ટ કરાયું, જાણો વિગત
આ વાવાઝોડાને લઇને ગુજરાતનાં તમામ બંદરોને એલર્ટ કરવામાં આવ્યા છે. તકેદારીનાં ભાગરૂપે 2 નંબરનાં સિગ્નલ લગાવવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા પર 28મીમે સુધી મેકુનુની અસર રહેશે.
‘મેકુનુ’ 190 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે અને તે અત્યારે ઓમાનનાં દક્ષિણથી 390 કિમી દૂર છે. 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ તરફ તેના આગળ વધવાની શક્યતા છે.
તે 160-170 પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તે વેરી સિવિયરમાંથી એક્સ્ટ્રેમલીમાં ફેરવાશે. વાવાઝોડાની ગતિ વધીને 190 કિમી પણ થાય તેવી શક્યતાઓ છે.
અમદાવાદ: સૌથી વિનાશક વાવાઝોડા ‘મેકુનુ’ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ‘મેકુનુ’ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ વાવાઝોડાને વેરી સિવિયર સાયક્લોનીક સ્ટ્રોમની કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ફરીથી હવાનું દબાણ સર્જાયું છે. ‘મેકુનુ’ દક્ષિણ-પશ્ચિમ સમુદ્રમાં પહોંચ્યું છે. જેના કારણે ગુજરાતના તમામ બંદરો પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.