અમદાવાદઃ 'તારા પેટમાં છે એ બાળક મારું નથી', કહી પતિએ કર્યો ઝઘડો ને આવ્યો કેવો કરુણ અંજામ? જાણો
અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની ગર્ભવતી પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખતા અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકને પત્નીના પેટમાં રહેલું બાળક પોતાનું ન હોવાની શંકા જતાં તેણે પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને આ ઝઘડા દરમિયાન ઉશ્કેરાઇ ગયેલા યુવકે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી અને પછી લાશ ઝાળીમાં ફેંકી દીધી હતી. બીજી તરફ યુવકે પોતાની પત્ની ઝઘડો કરીને ક્યાંક જતી રહી હોવાની સાસરીવાળાને જણાવ્યું હતું અને ચેતને સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથલતેજ સ્થિત મોટા બારોટ વાસ ખાતે રહેતાં ચેતન બારોટ સાથે ગત 11 ફેબ્રુઆરી 2016ના રોજ હિનાના લગ્ન થયા હતા. જોકે, લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આથી હિના પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી. આ પછી સમાજના આગેવાનોની સમજાવટ પછી હિના પતિના ઘરે પરત ફરી હતી. આ લગ્નજીવન દરમિયાન તેને પતિ થકી સાત મહિનાનો ગર્ભ રહ્યો હતો. ત્યારે છ તારીખની ઘટના અંગે હિનાના પિતાને તેમની ભત્રીજી પાસેથી ગુમ થયાની માહિતી મળી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગત 6 ઓક્ટોબરને પાંચમા નોરતાની રાતે ચેતન બારોટ પત્ની હિના સાથે ગરબા જોવા માટે ગયો હતો. ગરબા જોઇને રાતે 11 વાગ્યે તેઓ ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સાત મહિનાનો ગર્ભ ધરાવતી પત્ની હિના સાથે ચેતને પેટમાં રહેલું બાળક પોતાનું ન હોવાનું કહીને રસ્તામાં જ ઝઘડો કર્યો હતો અને હેબતપુર ફાટક તરફ જતી રેલવે લાઇન પાસેના રોડ પર લઈ જઈ હિનાનું ગળું દબાવી મારી નાંખી હતી. તેમજ હિનાની લાશને રેલવે લાઇન પાસેની ઝાડી પાસેના ખાડામાં નાંખી દીધી હતી.
જેથી હિનાના પિતા વિજયભાઈ બારોટ પોતાના પરિવારજનો સાથે ચેતનને મળ્યા હતા અને આ પછી ચેતને આ અંગે પોતાની પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાસરીવાળાને ચેતન પર શંકા જતાં વારંવાર પૂછપરછ કરતાં તેણે જ હિનાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. તેમજ તેણે આ બાળક પોતાનું ન હોવાની શંકાથી હત્યા કરી નાંખી હોવાની તેમજ લાશ ક્યાં નાંખી છે, તેની માહિતી આપતાં હિનાના પિતાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ કરતાં સમગ્ર ઘટના પરથી પડદો ઉઠી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -