અમદાવાદ: દેશી દારુ પીધા બાદ ચારની તબિયત લથડી, તંત્ર થયું દોડતું
આ ચાર પૈકી બે દર્દીઓએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા કબલ્યું હતું કે, તેઓએ સોલા ગામમાંથી દારૂ પીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અધિકારીઓ પણ સોલા સિવિલ પહોંચ્યા હતા અને આ મામલે કડક આદેશ કરવામાં આવ્યો હતો. ઝોન-1નાં ડીસીપી પાસેથી અહેવાલ પણ માંગવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશ્નરે તમામ દારૂનાં અડ્ડાઓ બંધ કરાવવા આદેશ કર્યો હતો.
સોલા કેનાલ છાપરા પાસેના રહેવાસી આ ચાર લોકોની દારુ પીવાથી અચાનક તબિયત લથડી હતી બાદમાં સોલા સિવિલ દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 3 લોકો ને અસરવા સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરાયા છે.
અમદાવાદ: સોલા વિસ્તારમાં દેશી દારૂ પીવાથી ચાર લોકોની તબિયત લથડતા કથિત લઠ્ઠાકાંડ બહાર આવ્યો છે. આ તમામને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તંત્ર દોડતું થયું અને કુબેરનગર અને છારાનગરમાં દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -