અમદાવાદમાં આજે પણ છવાયો વરસાદી માહોલ, રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ, જાણો વિગત
શનિવારે સાંજે તોફાની વરસાદની સાથે મોટેરા,હાથીજણ, પ્રહલાદનગર સહિત કેટલાંક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. વાળીનાથ ચોકથી જયમંગલ સુધી સ્ટ્રીટ લાઈટ બંધ થઈ ગઈ હતી. એલ.જી. હોસ્પિટલના ગેટ પાસે ઝાડ તૂટી પડતાં નર્સિંગ બસ સહિત વાહનો દબાયા હતા. અમરાઈવાડીમાં 77 નંબરની બસ પર ઝાડ પડ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ડિપ્રેશનની અસરોથી શનિવારે રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મોડી સાંજે અમદાવાદ સહિત રાજયનાં વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સાંજે 6થી 7 કલાકનાં ગાળામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તોફાની પવનને કારણે શહેરનાં કેટલાંક વિસ્તારમાં 50થી વધુ ઝાડ પડ્યા હતા. સારંગપુર દોલતખાનામાં આવેલી એકતોડા મસ્જિદ પર વીજળી પડતાં ચાર ગાયનાં મોત થયા હતા.
અમદાવાદ: મધ્યપ્રદેશનાં દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ડિપ્રેશન સર્જાયું હતું. પરંતુ તે આગળ વધીને રાજસ્થાન હરિયાણા તરફ આગળ વધ્યું છે એટલે રાજ્યમાં નહિવત વરસાદની સંભાવના છે. દરમિયાન રવિવારે વહેલી સવારે પાંચ વાગ્યે ઝાપટું પડ્યું હતું. આજે ગણેશ વિસર્જન હોવાથી શહેરમાં ઝરમર ઝરમર વરસાદ પડતાં ભાવિકો પણ આનંદિત થઈ ઉઠ્યા છે.
મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડિપ્રેશનથી 22થી 25 સપ્ટેમ્બર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના હતી. 22 સપ્ટેમ્બરે સાંજે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડયો હતો. પરંતુ, ડિપ્રેશન રાજસ્થાન અને હરિયાણા તરફ આગળ વધતાં રવિવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાંથી હળવો વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -