નીતિન પટેલે રાહુલ ગાંધીને મા અંબાનાં દર્શન કરવા અંબાજી આવવા ઉપરાંત શું ચેલેન્જ આપી ?
આ કૉલેજનું નામ બનાસ મેડીકલ કૉલેજ રાખવામાં આવ્યું છે. આ મેડિકલ કોલેજમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે 150 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બનાસ ડેરી દ્રારા બાદરપૂરા ઓઇલ મિલ ખાતે બનાસ નવરસ તેલની બ્રાન્ડ નાં પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાલનપુરઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. નીતિન પટેલે પાલનપુરમાં મેડિકલ કોલેજ અને બનાસ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલા તેલના પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને આ સભામાં રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા.
તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે રાહુલ ગાંધી મંદિરે જાય છે ત્યારે હવે પણ મા અંબાનાં દર્શન કરવા એક વાર બનાસકાંઠા આવી જાય. બનાસકાંઠામાં ભારે વિવાદ વચ્ચે મેડીકલ કૉલેજ મંજૂર કરવામાં આવી હતી. આ મેડિકલ કોલેજનું ઉદઘાટન નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યુ હતુ.
તેમણે જણાવ્યું કે, રાજસ્થાનમાં રાહુલ ગાંધી ગુજરાતમાં વિકાસ થયો નથી તેવી વાતો કરે છે પરંતુ રાહુલ ગાંધી ગુજરાતમાં મારી સાથે બે દિવસ ફરે તો હું વિકાસ કોને કહેવાય તે બતાવું. જો વિકાસ થયો હોય તો રાહુલ ગાંધી રાજકારણ છોડી ને નહીં તો હું રાજકારણ છોડવા તૈયાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -