ભાજપ છોડવા અંગે મહેન્દ્રસિંહ વાઘેલાએ શું કરી સ્પષ્ટતા? જાણો વિગત
ભાજપ છોડવાને લઈને મહેન્દ્રસિંહ વાઘેલા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વાત માત્ર અફવા છે. મારું આવું કોઈ આયોજન નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરસિંહની નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેન્દ્રસિંહ હાલ કોઇ પણ પક્ષમાં નહીં જોડાય પરંતુ બાપુની શૈક્ષણિક સંસ્થાઓ પર વધુ ધ્યાન આપી શકે છે. શંકરસિંહ બાપુએ તેમના વતન વાસણ ખાતે બાપુ નોલેજ એકેડમી ઉપરાંત ગાંધીનગરમાં પણ કોલેજો ઉભી કરી છે.
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ ભાજપની વિરૂદ્ધનું વાતાવરણ સ્થાપિત કરવાના સક્રિય થવાનું નક્કી કરતાં મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડી દેશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે, શંકરસિંહ અને મહેન્દ્રસિંહ અલગ નથી. શંકરસિંહ હશે ત્યાં મહેન્દ્રસિંહ હશે. બાપુની વાત પરથી મહેન્દ્રસિંહ ભાજપમાં નહીં રહે એ નક્કી મનાય છે.
અમદાવાદઃ શંકરસિંહ વાઘેલાએ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પડવાની જાહેરાત કરી છે ત્યારે તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એકાદ-બે દિવસમાં ભાજપ છોડી દેશે એવી ચર્ચા છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા ભાજપને રામ રામ કરી કોઇપણ પક્ષમાં નહીં રહેવાની જાહેરાત કરી શકે છે. જોકે મહેન્દ્ર સિંહે વાઘેલા આ વાતને માત્ર અફવા ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -