અમદાવાદ પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીઓ સામે કરી કડક કાર્યવાહી, 20ની ધરપકડ
ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉત્તરાયણનો પર્વમાં લોકોને ઇજા ના થાય અને સુરક્ષિત રીતે પર્વ ઉજવાય તે જરૂરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ઉતરાયણ પહેલા અમદાવાદ શહેર પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલ રાખનાર વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરતા 50થી વધુ તુક્કલ કબજે કરી કુલ 20 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે 200થી વધુ ચાઈનીઝ દોરીના ટેલર અને રીલ કબજે કરવામાં આવ્યા છે. શહેરભરમાં 20થી વધુ કેસ નોંધાયા છે.
રાજકોટ પોલીસે પણ પ્રતિબંધિત દોરી અને તુક્કલોને લઈ કામગીરી હાથ ધરી છે. શહેરના જંકશન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 21 નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી છે. થોરાળા પોલીસે ચુનારા વાડ ચોકમાથી પ્રતિબંધિત 6 નંગ ચાઈનીઝ દોરી પકડી પાડી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -