અમદાવાદમાં આજથી 'સ્વિગી'ને ઓર્ડર કરીને ખાવાનું નહીં મંગાવી શકાય, જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 10:24 AM (IST)
1
બેઠકમાં નરેન્દ્ર સોમાણી, રોહિત ખન્ના સહિત અન્યોએ સમગ્ર હકીકતથી તમામ રેસ્ટોરાં માલિકોને અવગત કરાવ્યા હતા. જેથી તમામે એક સાથે સહમતીથી નિર્ણય કર્યો હતો કે, સ્વિગીને હવે સપ્લાય બંધ કરવામાં આવશે. હાલમાં અમદાવાદમાં ઝોમેટો પાસે 60, સ્વિગિ પાસે 35 અને ઉબર પાસે 10 ટકા બજાર હિસ્સો છે.
2
અમદાવાદમાં શહેરની રોસ્ટોરાં પાસે વધારે કમિશનની માગ કરી રહેલ સ્વિગી સાથે વાત કરવા ગયેલ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે થયેલા ખરાબ વર્દન બાદ ગુરુવારે 300થી વધારે એસોસિએશનના સબ્યોની એક બેઠક યોજાઈ હતી.
3
અમદાવાદઃ સ્વિગી દ્વારા 20 ટકા જેટલું જંગી કમિશન માગ સામે વિરોધ નોંધાવવા હોટ્લ રેસ્ટોરાં એસોસિએશન દ્વારા 11 જાન્યુઆરીથી સ્વિગીને ફૂડ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આ એસોસિએશન સાથે સંકળાયેલા અમદાવાદના 1500 જેટલા રેસ્ટોરાંએ સપ્લાય બંધ કર્યું છે.