અમદાવાદઃ મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલના 32 વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય, હોલ ટિકિટ ન મળતાં થયો ખુલાસો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે વર્ષ સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓને અંધારામાં રાખ્યા બાદ બચાવ કરતાં ટ્રસ્ટી
ઘટના બાદ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવતા ટ્રસ્ટીએ કહ્યું કે, એક શિક્ષકે મારી પાસેથી ત્રણ લાખ રૂપિયા લીધા હતા. આ શિક્ષકે ગમે તેમ કરી માન્યતા અપાવવાની વાતો કરી વર્ગો ચાલુ રખાવ્યા હતા. ભોપાળું સામે આવ્યું હોવાની જાણી શિક્ષક ફરાર થઈ ગયો છે.
હાલ તો આ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું હોવાનું લાગી રહ્યું છે. પોતાના સંતાનોનું ભાવિ અંધકારમય થઈ રહ્યું હોવાનું જાણી વાલીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિસે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, જવાબદારો સામે પગલા ભરવામાં આવશે.
અમદાવાદના મેઘાણીનગરની ન્યૂ નવચેતન સ્કૂલને બોર્ડની મંજૂરી ન હોવા છતાં 32 વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મહિને 700 રૂપિયાની ફી પણ ઉઘરાવવામાં આવતી હતી. આજે બોર્ડના પરીક્ષાર્થીને હોલ ટિકિટ ન મળતાં સમગ્ર પ્રકરણનો ખુલાસો થયો હતો.
અમદાવાદઃ ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હાલ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે પૂર્વ અમદાવાદની એક સ્કૂલને ધોરણ 9 અને 10 મંજૂરી ન હોવા છતાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીને ભણવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -