અમદાવાદ: બહેન મોનિકાના ‘વૈભવી’ લગ્ન પર પાટીદાર નેતા હાર્દિક પટેલ શું બોલ્યો? જાણો વિગત
સુરત: પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલે તેની બહેન મોનિકા પટેલના લગ્નમાં કરેલા લાખોના ખર્ચની સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો હાર્દિક પટેલને પૂછી રહ્યા છે કે, બે-એક વર્ષ પહેલા તો ખાવાનાં ફાંફા હતા અને અત્યારે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા? શુક્રવારે સુરત કોર્ટમાં મુદ્દતે આવેલા હાર્દિક પટેલે આ સવાલનો જવાબ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં હાલમાં ચાલી રહેલા પાણીના સંકટ પર બોલતા હાર્દિકે રૂપાણી સરકારને આડેહાથ લીધી. તેણે જણાવ્યું હતું કે, રૂપાણી સરકારની અણઆવડતને કારણે પાણી ગાયબ થયું છે. તેણે કહ્યું કે, સીએમ ઉનાળુ પાક નહીં લેવાનું કહે છે તે શરમજનક છે. 24 કલાક વીજળીનો સરકારનો દાવો ખોટો છે.
પિતરાઈ ભાઈ રવિના લગ્નમાં હાજરીને લઈને ઉઠેલા સવાલ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મેં ક્યારેય કંઈ છૂપાવ્યું નથી. રવિને મુકેશે 30 લાખ આપ્યા હતા. તેનો વીડિયો જે-તે સમયે વાઈરલ થયો હતો. જો તેણે મને આપ્યા હતા તો કેમ હજુ સુધી તેમણે મારા પર કેસ નથી કર્યો.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, બહેન મોનિકાના લગ્ન વટથી કર્યા છે, ખર્ચ પણ કર્યો છે. દરેક બાપની ઈચ્છા હોય છે કે એની દીકરીના લગ્ન ધામધૂમથી થાય, ત્યારે આ લોકો જે મેસેજ વહેતા કર્યા છે, તેને જે કરવું હોય તે કરી લે.
અમુલ લોકો આ લગ્નના ખર્ચને લઈને સોશિયલ મીડિયામાં જે સવાલો ઉઠાવી રહ્યા છે, તેને મારે જણાવું છે કે, જે કરવું હોય તે કરી લેજો. જે કંઈ પણ બોલું છું ઈમાનદારી અને પોતાની તાકાતથી બોલું છું. જેનાથી જે થાય એ કરી લેવાની છૂટ છે. સમાજિક છું અને પારિવારિક પણ, હું સાહેબની જેમ પથ્થર દિલ નથી કે પરિવારને ભૂલી જાઉં.
હાર્દિકે તેની બહેનના લગ્ન પર થયેલા ખર્ચ પર વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જેટલા ભાઈઓ છે, શું તે તેમના બહેનના લગ્ન ધામધૂમથી નથી કરતા. શું અમે એટલા ગરીબ છીએ પોતાની બહેનને શાંતિથી અને ઈજ્જતથી વિદાય ન કરી શકીએ. બહેનના લગ્નનું દરેક ભાઈનું એક સપનું હોય છે, પિતા માટે આ ખુશીનો પ્રસંગ હોય છે. દરેકની ઈચ્છા એ જ હોય છે અને એ પ્રમાણે બહેનના લગ્ન પણ ધામધૂમથી કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -