38 વર્ષીય મહિલાએ ભત્રીજાના મિત્રને કઈ રીતે સેક્સજાળમાં ફસાવ્યો? પોતાની સાથે રહેવા કર્યો મજબૂર, પછી શું થયું?
શુક્રવારે હિતેશે સૂસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઇ લીધો હતો. હિતેશના પિતા લક્ષ્મણભાઇના જણાવ્યા પ્રમાણે વિશાલે તેની કાકી તારાબહેનની પ્રેમજાળમાં હિતેશને ફસાવી બળાત્કારની પોલીસ સ્ટેશનમાં અરજી આપતા હિતેશ ટેન્શનમાં રહેતો હતો. પરિવારે વકીલ કરી હિતેશને ચુંગાલમાંથી મુક્ત કરાવવાની ખાતરી આપી હતી. આમ છતાં હિતેશે વિશાલ અને તેના મળતિયાઓની ધમકીથી ડરી જઇ આપઘાત કરી લીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિતેશને છોડવા તેઓએ રૂ.પાંચ લાખની માગ કરી હતી. પૈસાની વાત થતાં તેઓ હિતેશને લઇ ઘરે આવ્યા હતા. દરમિયાન વિશાલ અને તેના સાગરીતોએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની અરજી આપી હતી. જેના પગલે પોલીસે હિતેશને દોઢ દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી અરજીનો જવાબ લઇ જવા દીધો હતો.
બીજી તરફ હિતેશ પર તારાબહેન સાથે રહેવા દબાણ કરાતું હતું અને સાથે ન રહે તો પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ આપી દેશે તેમ જણાવ્યું હતું. આથી હિતેશ ગભરાઇને ફરીથી તારાબહેન સાથે રહેવા ગયો હતો.ત્યારે હિતેશનાં માતા-પિતાએ પુત્રને ચુંગાલમાંથી મુક્ત કરવા વિશાલ અને તારાબહેનનાં બહેન પ્રભાબહેન ડાગીચા અને બનેવી સુનીલ ડાગીચાને વિનંતી કરી હતી.
તારાબેને વિશાલ સાથે મળીને હિતેશને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. એટલું જ નહીં હિતેશ પાસે બળજબરીથી પતિ-પત્ની તરીકે રહેવા મૈત્રીકરાર કરાવ્યો હતો. આ પછી વિશાલે હિતેશને તારાબહેન જોડે રહેવા દબાણ કર્યું હતું. ધમકી આપતાં હિતેશ ભાગીને તેનાં માતા-પિતા પાસે આવ્યો હતો અને માતા-પિતા પાસે બચાવી લેવા આજીજી કરી હતી.
કલાપીનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હિતેશ આશેરી ખાનગી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. બે મહિના અગાઉ હિતેશને ચમનપુરા ખાતે આવેલી ઘીવાળી ચાલીમાં રહેતા વિશાલ ચૌહાણ સાથે મિત્રતા થઇ હતી. મિત્ર હોવાથી વિશાલના ઘરે હિતેશ અવર-જવર કરતો હતો. વિશાલની કાકી તારાબહેન ચૌહાણનાં ૧ર-૧૩ વર્ષ અગાઉ છૂટાછેડા થઇ ગયા હતા અને વિશાલના પરિવાર સાથે જ તેઓ રહેતાં હતાં.
અમદાવાદ: 38 વર્ષીય ડિવોર્સી મહિલાએ ભત્રીજાની મદદથી તેના 19 વર્ષીય મિત્રને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને પછી સાથે રહેવા યુવકને મજબૂર કરતાં યુવકે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ કેસમાં મેઘાણીનગર પોલીસે કાકી-ભત્રીજા સહિત ચાર સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -