ગુજરાતની યુવતી બની Mrs વર્લ્ડ યુનાઇટેડ નેશન્સ, જાણો કોણ છે આ યુવતી ?
અમદાવાદ: ગુજરાતી યુવતીએ જમૈકામાં યોજાયેલી 'મિસીસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક સ્પર્ધા' વિજેતા બની છે. નીપા સિંહ વિશ્વ સુંદરીનો ખિતાબ જીતીને અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. આ પહેલા નીપા સિંહ મિસિસ ઇન્ડિયા અર્થ સ્પર્ધા'માં ભાગ લઈ ચૂકી છે અને જેમાં તે ફર્સ્ટ રનર અપ બન્યા હતા. અમદાવાદ અને ગુજરાતનું ગૌરવ વધારનાર નીપા સિંહની ઉંમર 45 વર્ષની છે અને તેમને 18 વર્ષનો પુત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીપા સિંહના લગ્ન બિહારના રહેવાસી મનીષ સિંહ સાથે થયા છે અને તઓ પતિ સાથે અમદાવાદમાં રહે છે. નીપા સિંહનું પિયર વિજાપુરનું લાડોલ ગામ છે. તેમના પિતા નાગર બ્રાહ્મણ છે. જોકે, તેઓ વર્ષો પહેલા નાગપુરમાં જઇને વસી ગયા હતા. નીપા સિંહનો જન્મ નાગપુરમાં થયો હતો. નીપા સિંહે આર્થિક ભીંસને કારણે તેમણે પિતાને મદદ કરવા ઓછી ઉંમરે નોકરી કરવાનું શરૂ કર્યું.
18 વર્ષથી ઓછી ઉંમરે નાગપુરની સ્કૂલમાં શિક્ષિકા તરીકેની નોકરી કરવી પડી હતી. સ્કૂલ 10 કિલોમીટર દૂર હોવાથી સાઈકલ પર જવું પડતું હતું. સ્કૂલમાં ટીચર માટે સાડી પહેરવી ફરજિયાત હોવાથી તેમને સાડી સાથે સાઈકલ ચલાવવામાં તેમને તકલીફ પડતી હતી. સાડી સાથે સાઇકલ ચલાવતાં સાડી સાઈકલની ચેનમાં ભરાઈ જતી હતી.
નીપા સિંહ ગૃહિણી છે, તેમજ પોતાની સફળતાનો શ્રેય પતિને આપે છે. તેઓ જણાવે છે, મારો જે કામમાં રસ હોય તે કામ કરવા માટે મારા પતિ મને હંમેશા સપોર્ટ કરવાની સાથે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તેમના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી છું. જ્યારે તેના પતિનું કહેવું છે કે, મને મારી પત્ની પર ગર્વ છે. તે ખૂબ જ સરળ રીતે પોતાના કામની સાથે પરિવારની દેખરેખ રાખે છે.
નીપા સિંહે સ્કૂલ પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સામે આ અંગે જોરદાર દલીલ કરી હતી. તેમણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે ધોતી-ઝભ્ભો પહેરવાનું કેમ કહેતા નથી અને સ્ત્રી-પુરુષ વચ્ચે આવો ભેદભાવ કેમ? એટલું જ નહીં સલવાર-કૂર્તો પહેરવાની પરવાનગી ન મળે તો રાજીનામું આપી દેવા સુધીની વાત કરતાં સ્કૂલ મેનેજમેન્ટે નમતું જોખ્યું હતું અને તેમને કુર્તા પાયજામા પહેરવા પરવાનગી મળી.
આવું બનતું હોવાથી નીપાએ સ્કૂલ સંચાલકો પાસે કુર્તા- પાયજામા પહેરવા પરવાનગી માગી, પરંતુ સંચાલકોએ ઈન્કાર કરી દીધો હતો. જેથી આ માટે તેમને લડત આપવી પડી. નીપા સિંહે મેનેજમેન્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમની ઉંમર હજુ ૧૮ વર્ષની પણ થઈ નથી. જેથી તે 10 કિલોમીટર સાડી પહેરીને સાઈકલ ચલાવી ન શકે. સ્કૂલના બીજા શિક્ષકો પેન્ટ-શર્ટ કે જીન્સ પહેરીને આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -