અમદાવાદઃ CTM હાઈવે પર ટ્રિપલ અકસ્માત, રસ્તો ઓળંગી રહેલું દંપતી ચડ્યું અડફેટે, એકનું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jun 2018 10:01 AM (IST)
1
આ અંગેની વિગતો એવી છે કે, નરોડાનું દંપતી ઘરે જવા માટે શટલ રીક્ષા પકડવા રસ્તો ઓળંગી રહ્યું હતું, તે દરમિયાન ટ્રક, બસ અને અન્ય એક વાહન વચ્ચે અકસ્માત થયો હતો. દરમિયાન ટ્રકે દંપતીને અડફેટે લેતા રાહુલ મેઘાણી(ઉ.વ.27)નું મોત થયું હતું. જ્યારે તેમના પત્ની સુમન મેઘાણીને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
2
3
અમદાવાદઃ શહેરના સીટીએમ એકસ્પ્રેસ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ટ્રિપલ અકસ્માત દરમિયાન રસ્તો ઓળંગી રહેલું એક દંપતી અડફેટે ચડ્યું હતું. જેમાં યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.