અમદાવાદઃ બાપા સીતારામના દર્શને જતાં બે મિત્રોનું કાર અકસ્માત મોત, સામે આવી હચમચાવી દે તેવી તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે વહેલી સવારે બંને મિત્રો કાર લઇ ગુંદી ફાટક નજીક પહોંચ્યા ત્યારે એક ટ્રક પુરપાટ ઝડપે આવી કારને ટક્કર મારી હતી. કારને ટક્કર વાગતાં જ કાર પલટી ખાઇ ગઈ હતી અને બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.હાલમાં પોલીસે આજાણ્યા ટ્રકચાલક સામે ગુનો નોંધી ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદઃ બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જઈ રહેલા અમદાવાદના બે મિત્રોને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે કાર લઈને તેઓ બગદાણા જઈ રહ્યા હતા ત્યારે કોઠ ગામ નજીક આવેલ ગુંદી ફાટક પાસે અજાણ્યા ટ્રકચાલકે કારને ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે એલટી જોરધી ટક્કર મારી હતી કે, કાર પલટી ગઇ હતી અને બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
આ બનાવ અંગેની જાણ કોઠ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કોઠ પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ઓઢવના આદિત્યનગરમાં રહેતા પ્રકાશ મકવાણા અને દુર્ગેશ પાઠકનું મોત થયું છે. બંને મિત્રો ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -