અમદાવાદઃ રાત્રીના સમયે ફટાકડાં ફોડતા બે યુવાનોની ધરપકડ, કોર્ટના જાહેરનામાનો ભંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Nov 2018 03:57 PM (IST)
1
2
અમદાવાદઃ હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે, હિન્દુ કેલેન્ડરના છેલ્લા તહેવાર દિવાળીને લોકો ધામધૂમથી ઉજવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે. શહેરના બે યુવકોને પોલીસે રાત્રે ફટાકડાં ફોડતા ધરપકડ કરી લીધી છે.
3
4
ઉલ્લેખનીય છે કે, કોર્ટે દિવાળી સમયે રાત્રીના 10 વાગ્યા પછી જાહેરમાં ફટાકડાં કે અન્ય કોઇ દારુગોળા વાળી વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકવાના આદેશ કર્યો છે.
5
અમરાઇવાડી વિસ્તારમાં બળદેવ પટેલ અને વિષ્ણુ ઝાલા નામના બે શખ્સોની અમરાઇવાડી પોલીસે ધરપકડ લીધી છે. પોલીસ અનુસાર, આ બન્ને શખ્સો કોર્ટના આદેશનુ ઉલ્લંઘન કરી રાત્રીના સમયે ફટાકડાં ફોડી રહ્યાં હતા, જેના પર કાર્યવાહી કરવામાં આવી છે.