અમદાવાદ: મકાન માલિકે ભાડૂઆત યુવતીને બાથમાં ભીડી અંગો પર હાથ ફેરવવા માંડ્યો ને.......
મહિલાનો હાથ પકડીને મકાન માલિકે પોતાની તરફ ખેંચીને યુવતીના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો ત્યાર બાદ બાથમાં ભીડી લીધી હતી. મહિલાએ ફોન કરવાનો પ્રયાસ કરતાં ફોન પણ ઝુટવી લઈને રૂમમાં ફેંકી દીધો હતો. મહિલાએ બુમાબુમ કરતાં પડોશી દોડી આવ્યા હતા જેથી મકાન માલિક ત્યાંથી ભાગી ગયો હતો.
જોકે નશામાં ચકચૂક મકાન માલિક ફરીથી પાછા આવ્યા હતા અને ત્રીજા માળે મહિલાના રૂમ પાસે આવીને મહિલાનો હાથ પકડીને રૂમમાં લઈ ગયા હતા અને બાથ ભીડીને શારીરિક છેડછાડ કરી હતી.
આ બનાવ અંગે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અપૂર્વ પટેલના જણાવ્યા મુજબ મહિલાની ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીની શુક્રવારે રાત્રે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના પાલડી બસ સ્ટેન્ડ નજીક એક મકાનમાં મહિલા પરિવાર સાથે ભાડે રહેતી હતી. પતિ એક હોટલમાં નોકરી કરતો હોવાથી તેણીની આખો દિવસ એકલી રહેતી હતી. જોકે 30 તારીખના રોજ સાંજે વિનોદભાઈ મકાન માલિક મહિલા પાસે આવ્યા હતા અને તમે મકાન કેમ ગંદુ રાખો છો કહીને ગાળો બોલીને જતાં રહ્યા હતા.
અમદાવાદના પાલડીમાં એકલતાનો લાભ લઈને નશામાં ચકચૂર મકાન માલિકે ભાડુઆત મહિલાને રૂમમાં ખેંચી જઈને બાથ ભીડીને આબરૂ લેવાની કોશિષ કરી હતી. આ બનાવ અંગે એલિસબ્રિજ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.