ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કઈ જગ્યાએ છે? જાણો વિગત
ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે તાપમાન હજી ગગડે તેવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી બે દિવસ કોલ્ડવેવની શક્યતા છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વધુ એક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. બનાસકાંઠા 6.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે. અમદાવાદમાં 9.4 ડિગ્રી, નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. કંડલામાં 9.0 ડિગ્રી, ગાંધીનગરમાં 8.5 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 9.9 ડિગ્રી, વલસાડમાં 10.5 ડિગ્રી તાપમાન, સુરતમાં 13.1 ડિગ્રી, રાજકોટમાં 10.0 ડિગ્રી તાપમાન રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું માનવું છે.
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો મહેસૂસ થઈ રહ્યો છે. તેની સાથે સમગ્ર ઉત્તર ભારતમાં પણ હિમવર્ષા થઈ રહી છે. સુસવાટા ભર્યા પવનને જોતાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હજુ 2 કે 3 દિવસ ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -