લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસની બેઠકોનો ધમધમાટ શરૂ, કોંગ્રેસના કયા નેતાઓ દિલ્હી પહોંચ્યા? જાણો વિગત
ભાજપનાં શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર શનિવારનાં રોજ ગુજરાત આવશે. તેઓ ક્લસ્ટર સંમેલનામાં હાજરી આપશે. કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠકનું સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. શિવરાજ સિંહ ચૌહાણ આણંત ખાતે ક્લસ્ટર સંમેલનમાં હાજરી આપશે.
ગુજરાતમાં પણ ચૂંટણીલક્ષી બે મહત્વની બેઠક યોજાશે. ચેરમેન સિદ્ધાર્થ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. આ ઉપરાંત મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતામાં ચૂંટણી ઢંઢેરાની બેઠક પણ યોજાશે. અમદાવાદમાં કોંગ્રેસ ‘સંવિધાન બચાવો’ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નેતા કુમારી શૈલજા હાજર રહેશે.
શનિવારનાં રોજ કોંગ્રેસનાં ગુજરાતનાં નેતાઓ દિલ્હીમાં તો દિલ્હીનાં નેતાઓ ગુજરાતમાં આવવાનાં છે. દિલ્હીમાં રણનીતિને લઈને બેઠક યોજવામાં આવશે. દિલ્હીમાં રાહુલ ગાંધી ગુજરાતનાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક યોજશે અને રણનીતિ ઘડશે. કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે રાહુલ ગાંધી દિલ્હીમાં બેઠક યોજશે.
અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે તાડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે અલગ-અલગ રણનીતિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ વખતે પણ ગુજરાતમાં ગત ચૂંટણીનાં જેવું જ પર્ફોર્મન્સ જાળવી રાખવા ભાજપ કમર કસી રહ્યું છે ત્યારે બંને પક્ષોનું દિલ્હીથી ગુજરાત અને ગુજરાતથી દિલ્હીનું મેરાથોન મંથન શરૂ થઈ ગયું છે.