અમદાવાદઃ પતિ ધંધામાં હતો વ્યસ્ત ને યુવતી દિયર સાથે મનાવતી રંગરેલીયા, જન્મ્યો પુત્ર, પછી દિયરે શું કર્યું?
છૂટાછેડા પછી તેનો પતિ આંધ્રપ્રદેશ માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો છે. દિયરે દગ્ગો દેતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આ તમામ આક્ષેપો કર્યા છે. હાલ પરિણીતા પતિના ઘરે બે દીકરા સાથે રહે છે. જ્યારે તેનો પ્રેમી દિયર વાયદાથી ફરી જતાં પરિણીતા ભાંગી પડી છે અને તેણે લોકરક્ષણ પોલીસ સેવા સમિતિ અને મહિલા સુરક્ષા સમિતિના ઉષ્માબેન શાહની મદદથી નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, પત્નીએ દિયર સાથે રહેવા માટે પતિથી છૂટાછેડા લઈ લીધા હતા. છૂટાછેડા મેળવી લીધા પછી તેનો દિયર ત્રણ દિવસ અમદાવાદ આવ્યો હતો. આ પછી તે રહેવાની વ્યવસ્થા કરીને આવું છું, તેમ કહી જતો રહ્યો હતો. હવે દિયર પરત ન ફરતાં પરિણીતા મુશ્કેલીમાં મુકાઇ છે.
આ પછી આખો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયો હતો. બીજી તરફ વચ્ચે વચ્ચે વેપારીના માસીનો દીકરો વચ્ચે વચ્ચે મળવા આવતો હોવાથી તેને બંને વચ્ચે સંબંધ હોવાની શંકા ગઈ હતી. જેને કારણે પતિ-પત્ની વચ્ચે મતભેદ થયો હતો. ત્યારે પત્નીએ પતિના ભાઈ સાથે સંબંધ હોવાનો સ્વીકાર્ય કર્યો હતો. એટલું જ નહીં, બીજું બાળક તેના થકી થયું હોવાનું પણ કબૂલ્યું હતું.
એટલું જ નહીં, પરિણીતાએ પતિની ગેરહાજરીમાં દિયર સાથે શારીરિક સંબંધો પણ બાંધવાના શરૂ કરી દીધા હતા. તેમજ આ સંબંધને કારણે તેણે દીકરાને જન્મ આપ્યો હતો. ભાભી-દિયર વચ્ચે આ પછી પણ સંબંધો ચાલું રહ્યા હતા. પરંતુ તે ભાઈ-ભાભીથી અલગ રહેવા જતો રહ્યો હતો.
અમદાવાદઃ શહેરના નિકોલમાં રહેતી પરિણીતા દિયર સાથેના અનૈતિક સંબંધથી માતા બનતા ચકચાર મચી ગઈ છે. પતિ ધંધાના કામથી બહાર રહેતા પરિણીતાએ સાથે રહેતા દિયર સાથે સંબંધ બાંધ્યા હતા અને આ સંબંધથી તેને એક દીકરાને જન્મ આપ્યો હતો. દિયરથી અલગ ન રહી શકતાં પરિણીતાએ પતિથી છૂટાછેડા લઈ લીધા હતા. જોકે, દિયર ફરી જતાં પરિણીતાની હાલત કફોડી બની છે
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ આંધ્રપ્રદેશના વિજયવાડાની યુવતીના મૂળ રાજસ્થાનના મારવાડી વેપારી સાથે વર્ષ 2000માં લગ્ન થયા હતા. યુવતીનો પતિ દેશમાં અલગ અલગ જગ્યાએ સાડીઓનો વેપાર કરતો હતો. જોકે, છેલ્લા થોડા વર્ષોથી તે અમદાવાદના નિકોલમાં સ્થાયી થયા હતા.
મારવાડી વેપારી સાથે લગ્નના એક વર્ષ બાદ પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરો સાત વર્ષનો થતાં વેપારી પરિવાર સાથે ચેન્નઇ આવી ગયા હતા. અહીં વેપારીના માસીનો દીકરો તેમની સાથે રહેતો હતો. આ દિયર સાથે પરિણીતા પરિણીતાની આંખ મળી જતાં બંને પ્રેમમાં પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -