અમદાવાદ: પોલીસની ગાડીના બોનેટ પર ચઢીને ગાળો ભાંડીને મહિલાએ પોલીસનો શર્ટ ફાડી નાખ્યો પછી શું થયું? જાણો વિગત
તમે પોલીસ ખોટા વાહનો ટો કરીને પૈસા ઉઘરાવો છો એવી બુમો પાડતા અહીં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. હિંમતસિંહ પરમારે ક્રેનમાંથી પોતાનું એક્ટીવા પણ નીચે ઉતરાવ્યું હતું અને એક્ટીવાની હેડ લાઈટ પર જોરથી ફેંટ મારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેને પગલે પોલીસે કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી. તેમણે એક્ટીવા ચાલક અને તેની પત્નીને સમજાવવા છતાં તે માન્યા ન હતા. ત્યાર બાદ અનિલાબહેન પરમારે હેડ કોન્સ્ટેબલ બાબુલાલનો ટ્રાફિકના યુનિફોર્મનો શર્ટ પાછળથી ખેંચીને ફાડી નાંખ્યો હતો.
પોલીસે તમારું વાહન ‘નો પાર્કિંગ’માં પાર્ક કર્યું હોવાનું જણાવી દંડ ભરવો પડશે, એમ કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા અનિલાબહેન પોલીસની ગાડીના બોનેટ પર ચઢી ગયા હતા અને ગાડીના આગળના કાચ પર જોરજોરથી હાથ મારવા લાગ્યા હતા.
આ બનાવની વિગત મુજબ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ લાલસિંહ 6 નવેમ્બરના રોજ રાણીપ ડી-માર્ટ પાસે ક્રેનના મજુરો સાથે ‘નો પાર્કિંગ’માં પાર્ક કરેલા વાહનો ટો કરતા હતા. આ દરમિયાન તેમણે ‘નો પાર્કિંગ’માં પાર્ક કરેલું એક્ટીવા ટો કરતા એક્ટીવીના ચાલક હિંમતસિંહ પરમાર અને તેમની પત્ની અનિલાબહેન પરમાર પોલીસ અને મજુરોને ખોટા વાહન ટો કરીને હેરાનગતિ કેમ કરો છો એમ કહીને બિભત્સ ગાળો બોલી હતી.
અમદાવાદના વાડજમાં ‘નો પાર્કિંગ’માં પાર્ક કરેલું મહિલાનું એક્ટીવા પોલીસે ટો કરતા મહિલાએ હોબાળો મચાવી દીધો હતો. મહિલા પોલીસની ગાડીના બોનેટ પર ચઢી ગઈ હતી અને પોલીસ કોન્સ્ટેબલના કપડાં ફાડી નાંખ્યા હતા. ત્યારે આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે.)
- - - - - - - - - Advertisement - - - - - - - - -