અમદાવાદીને શોધવા US એમ્બેસીની ટીમ કેમ આવી અમદાવાદ ? CNN ચેનલે પણ બનાવ્યો ખાસ કાર્યક્રમ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકન પોલીસે ભદ્રેશ વિરૃધ્ધ લુક આઉટ નોટીસ ઇશ્યુ કરી હોવાથી તે અન્ય દેશમાં ભાગે તેવી શકયતા નહીવત છે. ભદ્રેશની ભાળ ન મળતા એફબીઆઈએ તેને ભાગેડુ જાહેર કરીને તેના અંગે માહિતી આપનારને બે હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. તેની માહિતી ન મળતા ઇનામની રકમ વધારીને ૨૦ હજાર ડોલર કરાઈ છે.
આ ઉપરાંત અમેરિકાની સીએનએન ચેનલે હત્યાના આ બનાવ સંદર્ભે એક એપિસોડ તૈયાર કર્યો છે. જેમાં અમદાવાદમાં પલકનાં ઘરે શુટીંગ કરવામાં આવ્યું હતું અને પલકની બાળપણની તસવીરો સાથેની માહિતી સવિસ્તાર વણી લેવામાં આવી છે. ટૂંક સમયમાં 'હંટ શો' નામના આ પ્રોગ્રામમાં આ બનાવ દર્શાવવામાં આવશે.
અમદાવાદઃ અમેરિકાના હેનોવરમાં બે વર્ષ પહેલાં અમદાવાદના ભદ્રેશ પટેલે પોતાની પત્ની પલક પટેલની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હજુ ભદ્રેશ ઝડપાયો નથી, તેથી તેને શોધવા માટે અમેરિકન એમ્બેસીની એક ટીમ અમદાવાદ આવી હતી અને પલકના પરિવારને મળીને ભદ્રેશ ક્યાં હોઈ શકે તે જાણવા કોશિશ કરી હતી.
એફબીઆઈએ એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર ફરાર ભદ્રેશના પોસ્ટર પણ ચિપકાવી દીધાં હતા. ભદ્રેશ કયાં છૂપાયો છે તેની માહિતી મેળવવા જાન્યુઆરીમાં મુંબઇથી અમેરિકન એમ્બેસીની ટીમનાં ત્રણ અધિકારી અમદાવાદ આવ્યા હતા અને પલકનાં સંબંધીઓની પૂછપરછ કરી હતી.
જો કે લગ્નનાં થોડા દિવસોમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દરમિયાન 12 એપ્રિલ 2015ના દિવસે રાત્રે 10.30 કલાકે હેનોવરના એરૂનડેલ મિલ્સ બૌલ્વાર્ડ સ્થિત ડંકીન ડોનટ્સ કંપનીમાં ભદ્રેશે કિચન વિભાગમાં ઊભેલી પત્ની પલકને છરીનાં ચારથી પાંચ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે, નવા વાડજમાં રહેતી પલક (21 વર્ષ)નાં લગ્ન નવેમ્બર 2013માં ચેનપુર, ન્યુ રાણીપનાં ભદ્રેશ પટેલ (24 વર્ષ) સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ બંને અમેરિકા જતાં રહ્યાં હતાં અને હેનોવરનાં એક એપાર્ટમેન્ટમાં રહેવાનું શરૃ કર્યું હતું. આ દંપતીને ડંકીન ડોનટ્સ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.
પલકની હત્યા કરીને ફરાર થઇ ગયેલા ભદ્રેશનો આજ દિન સુધી પત્તો લાગ્યો નથી. આ બનાવમાં કાઉન્ટી પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી કરીને તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ફરાર ભદ્રેશ હત્યા બાદ છેલ્લે નેવાર્ક એરપોર્ટ નજીક એક હોટેલમાં રોકાયો હતો. જો કે ત્યાંથી તે કાર મારફતે કેનેડા પહોંચી ગયો હોવાની શકયતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -