અમદાવાદઃ યુવકે મોડલ સાથે બાંધ્યા સેક્સસંબંધ ને બનાવી લીધો વીડિયો, પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Sep 2018 04:52 PM (IST)
1
અમદાવાદઃ શહેરના સરદારનગરમાં એક યુવક મોડલને લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ યુવક અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપતો હોવાની પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2
હવે યુવક યુવતીને અશ્લીલ વીડિયો બતાવી વાયરલ કરી દેવાની ધમકી આપતાં હોવાથી યુવતીએ જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવક સામે બળાત્કાર અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના સરદાનગરમાં રહેતી યુવતી મોડલિંગ કરે છે. થોડા સમય પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી અને પછી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમયે યુવકે યુવતીનો વીડિયો પણ બનાવી લીધો હતો.