અમદાવાદમાં ખુલશે એશિયાનું સૌથી મોટુ ફિજીયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટર, રોબૉટિક ફેસિલિટીથી મળશે ટ્રિટમેન્ટ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં ગળા, પીઠ, સાથળ, કેડ, કોહની, એડી વગેરેના દુઃખાવા માટે પેઇન ટેકનોલૉજી સિસ્ટમ જેવી કે HIRO TT અને THEAL THERAPY માટે 300 ઇન્ટીગ્રેટેડ પ્રૉજેક્ટ પણ ચલાવવામાં આવશે. અહીં Z7, Tecar Therapy અને Shockwave Therapy, ઉપરાંત ફર્સ્ટ 3D BODY સ્કેનરની ફેસિલિટી અવેલેબલ છે.
ફિજીયોથેરાપી સેન્ટરમાં સુવિધાની વાત કરીએ તો, અહીં રોબૉટિક વર્ક એટલે કે સ્વિત્ઝર્લેન્ડ અને હોંગકોંગથી મંગાવેલા રોબૉટ દ્વારા ફિજીયો અને રિહેબિલિટેશનની ટ્રિટમેન્ટ આપવામાં આવશે. ઉપરાંત ટ્રિટમેન્ટમાં યુએસએ અને કોરિયાની પણ એડવાન્સ ફિજીયો અને રિહેબિલિટેશન ફેસિલિટી આપવામાં આવશે. ડૉક્ટરનું જણાવ્યા અનુસાર, અહીં સ્પોર્ટ્સ અને ન્યૂરો મસ્ક્યૂલર રિહેબિલિટેશન હુબેર 360ની નવી ટ્રિટમેન્ટથી પણ કરાશે, જેમાં નૉન સર્જીકલ 3ડી સ્પાઇનલ ડિકૉમ્પ્રેશન સિસ્ટમ (SDS) પણ સામેલ છે.
ડૉ. શાહે વધુમાં કહ્યું કે, અમે આના અમારા છઠ્ઠા પ્રૉજેક્ટને લૉન્ચ કરવાની તૈયારી પણ કરી લીધી છે, શહેરમાં પહેલાથી જ પાંચ સ્ટેટના ફિજીયોથેરાપી ક્લિનીક આવેલા છે. મિશન હેલ્થ અંતર્ગત પહેલી બ્રાન્ચ 2007માં સ્થાપી હતી. આ ક્લિનીક ઇનૉવેટિવ હેલ્થ સૉલ્યૂશન અને ટેકનોલૉજીકલ એડવાન્સીસ માટે અલ્ટીમેટ લેવલનું છે. આમાં પહેલીવાર રોબૉટ દ્વારા રિહેબિલિટેશન ટ્રિટમેન્ટ કરવામાં આવશે.
ડૉક્ટર આલાપ શાહ અને દિશા શાહે સેન્ટર વિશે માહિતી અપાતા કહ્યું કે, આ સેન્ટર ભારતનું પહેલું ફિજીયોથેરાપી ચેન સેન્ટર છે, જેનું કામ ફિટનેસ અને રિહેબિલિટેશન કરવાનું છે. અહીં 220 ફિજીયોથેરાપી અને રિહેબિલિટેશન એક્સપર્ટ એકસાથે સેવા આપશે, આ સેન્ટરની મદદથી અમે આખા દેશમાં સેવા આપીશુ, સાથે ગુજરાતમાં દેશના ફિટનેસ અને રિહેબિલિટેશનના એક્સપર્ટ જોડાશે.
અમદાવાદઃ ફિજીયો સેક્ટરમાં ક્રાંતિ લાવવાના હેતુથી શહેરની સાયન્સ સિટીમાં 30 સપ્ટેમ્બરે એક હાઇટેક ફિજીયોથેરાપી સેન્ટરનું ઉદઘાટન થશે. સાયન્સ સિટીમાં ખુલેલુ આ ફિજીયોથેરાપી સેન્ટર દુનિયાનુ હાઇટેક અને એશિયાનું સૌથી મોટુ સેન્ટર છે, જે ”Mission Health Ability Clinic” અંતર્ગત ફિટનેસ અને સુધારણાનું કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -