✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં કોનો સમાવેશ ના કરાતાં અલ્પેશ ઠાકોર ભડક્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2018 10:14 AM (IST)
1

અમદાવાદઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ પર ભડક્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં પોતાના પિતા ખોડાજી ઠાકોરનો સમાવેશ ના કરતાં અલ્પેશ ઠાકોર ગુસ્સે થઇ ગયો હતો.

2

ઉપરાંત આગામી ડિસેમ્બર માસમાં જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતાપદે પણ ખોડાજી ઠાકોર વિરુદ્ધની લોબીના સદસ્યની પસંદગી કરવાના ચક્રો ગતિમાન થવા પામ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખની બીજી ટર્મની ચૂંટણી સમયે જ ભાજપના ઉમેદવારની જીત થઇ હતી અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના શાસનનો અંત આવતા ભાજપના શાસનનો પ્રારંભ થયો છે.

3

માહિતી પ્રમાણે, અમદાવાદ જિલ્લા પંચાયતની કોંગ્રેસ હસ્તકની સત્તા ભાજપે પક્ષપલટા દ્વારા છીનવી લીધી હતી. માનવામાં આવી રહ્યુ છે કે, આ કારણે પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ખોડાજી ઠાકોરનું પત્તું કાપી નાખવામાં આવ્યુ છે. આ કારણે અલ્પેશ ઠાકોર ભડક્યો હતો.

4

અલ્પેશ ઠાકોરની આ દાદાગીરીની જિલ્લાના આગેવાનોએ હાઇકમાન્ડ સમક્ષ વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત કરવામાં આવતા ખોડાજી ઠાકોરનું નવા માળખામાં પત્તું કપાઇ ગયું છે અને તેમને કોઇ હોદ્દા તો શું કારોબારીમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી,

5

આ સત્તા પલટા પછીયે ખોડાજી ઠાકોર જ નહીં તેમના ધારાસભ્ય કમ બક્ષીપંચના નેતા અલ્પેશ ઠાકોરે જિલ્લા કોંગ્રેસમાં મનમાની ચાલુ રાખી હતી. અલ્પેશ ઠાકોરે એવી બડાશ ચાલુ રાખી હતી કે, વિપક્ષી નેતા તો હું જ નક્કી કરીશ અને તે નેતા મારા પિતા ખોડાજી જૂથનો જ હશે અને તમે એ પણ જોઇ લેજો કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં હું તો ઉચ્ચસ્થાને હોઇશ પરંતુ મારા પિતા પણ કાં તો પ્રદેશ ઉપપ્રમુખ કાં મહામંત્રી પદે હશે જ.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં કોનો સમાવેશ ના કરાતાં અલ્પેશ ઠાકોર ભડક્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.