રાજદ્રોહ કેસમાં ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથીરિયાને આપ્યા શરતી જામીન, જાણો વિગત
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું હતું કે, અમે ચુકાદાની આતુરતાથી રાહ જોતાં હતાં. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાસ કન્વિનર ચીરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યા હતા. જે-તે સમયે આ કેસમાં અલ્પેશની ધરપકડ થઈ નહતી. આ કેસમાં તેમની ધરપકડ કરીને અલ્પેશને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે આજે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં અલ્પેશને જામીન આપી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત અનેક પાસના કન્વીનરો સામે રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક સહિતના કન્વીનરો જામીન મુક્ત કરવામાં આવ્યા હતાં. જ્યારે અલ્પેશને જામીન મળ્યાં ન હતાં. જેથી અલ્પેશને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.
અમદાવાદમાં ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં દિનેશ બાંભણીયા અવાર-નવાર કોર્ટમાં ગેરહાજર રહેતાં કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ વોરંટ બિનજામીનપાત્ર હોવાથી ક્રાઇમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. રાજદ્રોહના કેસમાં નોન બેલેબલ વોરંટને આધારે ધરપકડ થતાં દિનેશ બાંભણિયાનો જામીન પર છૂટકારો થયો હતો.
અમદાવાદ: પાટીદાર આંદોલન સમયે રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. અમદાવાદમાં જીએમડીસીમાં રાજદ્રોહ કેસ મામલે અલ્પેશના જામીન માટે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે શરતના આધારે જામીન આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -