અલ્પેશ ઠાકોરે શરૂ કર્યા સદભાવના ઉપવાસ, પરેશ ધાનાણી-અમિત ચાવડા લેશે મુલાકાત
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાનો કોઈ સ્થાન નથી. જે બનાવો બન્યાં છે તે ખૂબ જ દુઃખદ છે. અફવાઓનું બજાર ચાલ્યું અને ગરીબોને લડાવવાનો પ્રયાસ થયો હતો. ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થયેલા હુમલાઓ અંગે અલ્પેશ ઠાકોરને દોષિત ગણાવવામાં આવ્યો છે. પરપ્રાંતિયો પર હુમલા તેમજ ઢુંઢર ખાતે 14 માસની બાળકી પર થયેલા બળાત્કારના વિરોધમાં અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટી પડશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરપ્રાંતિયો પર હુમલાને લઈને અલ્પેશ પર દોષનો ટોપલો ઢોળ્યા બાદ તેમના વિરુદ્ધ સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પોસ્ટર્સ લાગ્યા છે. ઠાકોરોની બહુમતી ધરાવતા ગામોમાં લાગેલા પોસ્ટર્સમાં કહેવામાં આવ્યું છે કે નીતિન પટેલ માફી માંગે નહીં તો આ વિસ્તારમાં કોઈ સરકારી કાર્યક્રમો થવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં નીતિન પટેલને અહીં ઘૂસવા દેવામાં નહીં આવે.
અમદાવાદઃ રાજ્યમાં ગુજરાતીઓ અને પરપ્રાંતીયો વચ્ચે શાંતિ-ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે અમદાવાદમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસ કરતાં પહેલા તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસને કોંગ્રેસ પાર્ટીએ ખુલ્લીને સમર્થન જાહેર કર્યું છે. કોંગ્રેસના મોટા નેતાઓ પણ સદભાવના ઉપવાસમાં જોડાશે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જગદિશ ઠાકોર સહિના નેતાઓ અલ્પેશના ઘરે હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -