હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ક્યા મુદ્દે થઈ ગયા એક ? કાઢી કોની ઝાટકણી ? જાણો
અમદાવાદઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકમત થઈ ગયા છે. બંનેએ આ મુદ્દે રમાતા રાજકારણની ઝાટકણી કાઢી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે લખ્યું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકનું બેનર લગાવીને પ્રચાર કરી રહ્યો છે તેના કરતા સારી વાત હોત કે શહીદોના પરિવારોનો ઉત્સાહ વધે તેવો પ્રચાર કર્યો હોત. હાર્દિકના ટ્વિટનેકેજરીવાલે રીટ્વિટ કરી સમર્થન આપ્યું હતું.
અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું છે કે આવા સંવેદનશીલ અને દેશપ્રેમના મુદ્દે રાજકીય આક્ષેપબાજીઓથી સેનાનું અપમાન થાય છે અને પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે ત્યારે આ બધી વાતો બંધ કરવી જોઈએ અને રાજકારણ ના રમવું જોઈએ.
હાર્દિક પટેલે દેશના લશ્કરની બહાદુરીનાં વખાણ કર્યાં છે પણ તેમની બહાદુરી અને સૈનિકોની શહીદીનો લાભ નરેન્દ્ર મોદી અને ભાજપ શા માટે લે છે, તેવો સવાલ ઊઠાવ્યો છે. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે રાજકારણ અયોગ્ય ગણાવી સૈન્યનું મનોબળ મજબૂત બને તે જરૂરી હોવાનું કહ્યું છે.
અલ્પેશ ઠાકોરનું પણ કહેવું છે કે, પીઓકેમાં દેશના સૈન્યએ ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આતંકીઓને ઢાળી દીધા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ કે અન્ય પક્ષો વચ્ચે રાજકારણ રમાય તે ના ચાલે. સૈન્યનું મનોબળ આ સ્થિતિઓમાં જળવાઈ રહે અને સતત વધતું રહે તે જરૂરી છે.
હાર્દિક પટેલે ટિ્વટ કરીને એવો સવાલ ઉઠાવ્યો છે કે, ગોળીઓ તો આપણા સૈન્યે અને જવાને ખાધી છે, જેના જવાબમાં આતંકવાદીઓને પણ સેનાના જવાનોએ ઢાળી દીધાં છે, તો પછી તેનો જશ મોદી અને ભાજપ શા માટે લઈ રહ્યા છે ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -