અમદાવાદઃ દારૂબંધી ધરાવતાં ગુજરાતમાં આ 'દારૂ' પીવાથી પોલીસ નહીં પકડે
પાલીતાણાના ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવા શિક્ષક નાથાલાલ ચાવડા છેલ્લા બે વર્ષથી નિકોટીન મુક્ત ભારતન અભિયાન લઈને અનેક આયુર્વેદિક વસ્તુઓ બનાવી ચુક્યા છે, જેમાં તેઓએ આયુર્વેદિક તમાકુ, આયુર્વેદિક બીડી ઉપરાંત આયુર્વેદિક ભુવડ ગુટકા, ભુવ અફીણ, ભુવડ ગાંજો જેવી વસ્તુઓ બનાવી છે. જે લોકોને વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથએ અનેક અસાધ્ય રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીતા પકડાઇ જાવ તો પોલીસ તમને જેલ પાછળ ધકેલી દે છે, પરંતુ આ દારૂ પીવો તો પોલીસ તમને પકડશે નહીં. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ વાત એવી છે કે, પાલીતાણાના એક શિક્ષકે ભુવડ દારૂની શોધ કરી છે. ગાંધી જયંતિ નિમિતે પાલીતાણા મામલતદાર, ડે.કલેક્ટર તેમજ પાલીતાણાના આગેવાનોની હાજરીમાં આ આયુર્વેદિક દારુનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ દારૂ વ્યસનમાંથી મુક્તિ તો અપાવે છે સાથે સાથે અનેક અસાધ્ય રોગોમાંથી મુક્તિ પણ અપાવે છે. લોકો દારૂના વ્યસનથી મુક્ત થાય તે માટે નાથાભાઈની ટીમે આયુર્વેદિક ભુવડ દારૂ- સ્ટ્રોંગ-1, ભુવડ દારૂ-સ્ટ્રોંગ-2 બનાવ્યા છે.
નાથાભાઈ આહીર નિકોટીનમુક્ત ભારત બને તેવા સ્વપ્ન સાથે આ અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત આ શિક્ષકો અને તેમની ટીમ સ્વખર્ચે આ વસ્તુઓ બનાવે છે અને વ્યસનથી મુક્ત થવા માગતો લોકોને વિનામૂલ્યે આ વસ્તુઓ આપે છે.
આ દારૂ બનાવવામાં નાથાભાઈએ ગૌમૂત્રનો અર્ક, તુલસી, ચીકુ, સંતરા, મોસંબી સહિતની આયુર્વેદિક ચીજવસ્તુઓનો ઉપયોગ કર્યો છે. આ દારૂ પીવાથી દારુની તલપ મટે છે. સાથે સાથે આયુર્વેદિક દારૂથી ભૂખ લાગે છે. કફ જેવા અસાધ્ય રોગો પણ મટે છે. આમ વ્યક્તિ દારૂના વ્યસનમાંથી મુક્ત થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -