‘અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી કાઢો’નો મેસેજ સોશિયલ મીડિયામાં થયો વાયરલ, જાણો વિગત
પોલીસે કડક વલણ અપનાવી સંખ્યાબંધ લોકો સામે કેસ કર્યાં તો આ જ અલ્પેશે હુમલા કરનારાના પક્ષમાં મેદાનમાં ઉતર્યો અને નિવેદન આપ્યું હતું કે, ગુજરાત સરકાર 72 કલાકમાં તમામને મુક્ત કરે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ ભોળા ઠાકોર સમાજનું સન્માન હતું પણ અલ્પેશ ઠાકોર સમાજના નામે પોતાની રાજકીય ખીચડી પકવે છે, યુવાઓમાં ઉશ્કેરાટ ફેલાય તેવા પ્રયત્નો કરે છે.
હવે કોંગ્રેસમાં રહેલાં પરપ્રાંતીય આગેવાનોમાં પણ અલ્પેશ સામે વિરોધ વંટોળ ઊભો થયો છે. કોંગ્રેસના પરપ્રાંતીય આગેવાનો એવો સૂર પુરાવે છે કે, રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસમાં અલ્પેશને પ્રવેશ કરાવ્યો તે અલ્પેશનું નહીં.
આ સંદેશો વધુ વાયરલ કરો એટલે રાહુલ ગાંધી અલ્પેશને કોંગ્રેસમાંથી હાંકી કાઢે. એટલું જ નહીં પરંતુ 15મી ઓક્ટોબર સુધી આ મુદ્દે પગલાં લેવામાં નહીં આવે તો તો ઉત્તર ભારતીયો બધાં રાજ્યોમાં કોંગ્રેસને આજીવન વોટ ના આપે તે માટે લોકોને શપથ અપાવવાનું શરૂ કરવામાં આવશે.
અમદાવાદ: પરપ્રાંતીયો પર હુમલાની ઘટનાઓને પગલે નારાજ થયેલા પરપ્રાંતીયોએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યાં છે જેમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાની માગણી કરવામાં આવી છે. વાયરલ કરાયેલા મેસેજ પ્રમાણે, હુમલાની ઘટનામાં અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું નામ સામે આવ્યું છે. આ જ અલ્પેશને કોંગ્રેસે બિહારનો પ્રભારી બનાવ્યો છે અને ઉપરથી તેના જ લોકો ઉત્તર ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. આમાં કોંગ્રેસની બેવડી નીતિ છતી થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -