25 આતંકીઓએ બસને ઘેરી લીધી હતી, જાણો કેવી રીતે ડ્રાઈવરે 45 લોકોનો જીવ બચાવ્યો
શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથ યાત્રાળુએ ગયેલા ગુજરાતીઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. આતંકીઓએ ઓમ ટ્રાવેલ્સની બસ પર હુમલો કર્યો હતો, ત્યારે ટૂર ઓપરેટર અને હર્ષ દેસાઇને પણ 2 ગોળી વાગી હતી. હર્ષ દેસાઇએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી થોડે આગળ ગયાને તરત જ બસને ઘેરી વળીને મન ફાવે તેમ ગોળીઓ મારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહર્ષે વધુમાં જણાવ્યું કે, વળાંક લેતાં જ આતંકીઓ આડેધડ ગોળીબાર કરવા લાગ્યા હતા. 25 જેટલા આતંકી હતા. તેઓ એવી રીતે અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યાં હતાં, જાણે વીડિયો ગેમ રમતાં હોય. મને પગ અને ખભાના ભાગે ગોળી વાગી હતી. ગોળી વાગતાં જ મગજ સૂન થઇ ગયું હતું, પરંતુ આતંકી હુમલાનો ખ્યાસ આવતાં જ ફૂલ સ્પીડે બસ હાંકી તેમના ઘેરામાંથી બસને બહાર કાઢી. પાંચ કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ દોડાવ્યા બાદ આર્મીની ગાડી મળી. તેઓ તરત જ આતંકીઓને પકડવા રવાના થયા, પરંતુ તેઓ નાસી છૂટ્યાં હતાં.
અમદાવાદઃ શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સની બસ નંબર GJ09Z9976 પર હુમલો કર્યો હતો. આ યાત્રામાં બસ માલિક જવાહર દેસાઈના હર્ષ દેસાઈ પણ સામેલ હતા. અમરનાથ દર્શન કરીને પરત ફરી રહેલ બસ પર હુમલામાં ઘાયલ લોકોમાં હર્ષ દેસાઈપણ સામેલ હતા.
હર્ષ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોળી વાગતા જ કંઈ સૂઝ્યું ન હતું પણ ખ્યાલ આવી ગયો કે આ આતંકી હુમલો છે. બસ આગળ 25 આતંકી હતા પરંતુ ડ્રાઈવર સલીમે બસ ફૂલ સ્પીડમાં હંકારીને 25 આતંકીના ઘેરામાંથી બહાર કાઢી. આ દરમિયાન એક આતંકીએ બસમાં ચડવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે કન્ડક્ટરે તેને ધક્કો મારીને ફેંકી દીધો અને દરવાજો બંધ કરી દીધો. જોક તે બસની અંદર આવી ગયો હોત કો કોઈનો જીવ બચત નહીં. ડ્રાઈવર અને કન્ડક્ટરની બહાદુરીથી 45ના જીવ બચી ગયા. હર્ષે જણાવ્યું કે, 5 કિલોમીટર સુધી ફૂલ સ્પીડે બસ હંકાર્યા બાદ આર્મીની ગાડી મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -