અમદાવાદઃ ચાલુ બસે એસટીના ડ્રાઇવરને આવ્યો હાર્ટઅટેક, જાણો પછી શું થયું?
જોકે, રસિકસિંહ ઝાલાને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ચાલુ બસે ડ્રાઇવરને અટેક આવતાં બસમાં બેઠેલા પ૩ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતા. જોકે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહુમલાની તીવ્રતા સમજી જતાં રસિકસિંહ ઝાલાએ પોતાનો જીવ જાય તે પહેલાં જ બસને રોડની એક સાઇડ પર લઇ ઊભી કરી હતી અને થોડી જ વારમાં ડ્રાઇવર રસિકસિંહ ઝાલા સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યા હતા. આ અંગેની ધ્રાંગધ્રા ડેપોને જાણ કરાતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રસિકસિંહ ઝાલાને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લઇ જવાયા હતા.
અમદાવાદ: અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર દુદાપુર ગામ પાસે એસટીબસના ડ્રાઇવર બસ ચલાવી રહ્યા હતા, ત્યારે જ તેમને હાર્ટઅટેક આવ્યો હતો. હાર્ટઅટેક આવતાં ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસને રોડની સાઇડમાં ઊભી રાખી દીધો હતો. જેને કારણે બસમાં બેઠેલા 53 મુસાફરો બચી ગયા હતા. આ પછી ડ્રાઇવરનું મોત થયું હતું.
નારાયણ સરોવરથી અમદાવાદ રૂટની એસટી બસ ધ્રાંગધ્રાથી નીકળી અમદાવાદ તરફ આવી રહી હતી. દરમિયાન બપોરે ૩ વાગ્યે હોલ્ડ કરીને રવાના થઇ હતી. 53 મુસાફરોથી ભરેલી આ બસ ધ્રાંગધ્રા-અમદાવાદ ફોરલેન હાઇવે પર દુદાપુર ગામના પાટિયા પાસેથી પસાર થતી હતી ત્યારે બસના ડ્રાઇવર રસિકસિંહ ઝાલાને હાર્ટઅટેકનો હુમલો આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -