✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

51 વર્ષનો પતિ, 31 વર્ષની પત્નીઃ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને આર્કિટેક્ટે કર્યું કંઈક આવું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2016 10:31 AM (IST)
1

હેમરાજ કામદારની વય 51 વર્ષ છે જ્યારે તેમનાં પત્નિની ઉંમર 31 વર્ષની છે. વાસણાના ચંદ્રનગર વિસ્તારમાં વાડીલાલ ડેપોની સામે આવેલી પનામા સોસાયટીમાં રહેતા હેમરાજ કામદાર(51)એ પહેલા લગ્નથી છૂટાછેડા લીધા હતા. એ પછી 9 વર્ષ પહેલા તેમણે કેયૂરીબહેન (31) સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

2

વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.વી. પટેલના જણાવ્યા પ્રમાણે કેયૂરીબહેનની હત્યાનો પ્રયાસ કર્યા બાદ કામદાર લઇને ભાગી ગયા હતા. જો કે રાતે એ ઘરે આવતા પોલીસે તેમને ઝડપી લઈ ગુનામાં વપરાયેલી ગાડી કબજે કરી હતી. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યા છે.

3

અમદાવાદ: અમદાવાદમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં હેમરાજ કામદાર નામના આર્કિટેક્ટે પોતાની પત્નિ કેયૂરી પર કાર ચડાવી દઈ તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. કેયૂરીબેન કામદાર કરતાં 20 વર્ષ નાનાં છે તેથી કામદાર પોતાની પત્નિને બીજાં સાથે અફેર હોવાની શંકા રાખીને તેના પર વારંવાર શંકા કરીને ઝગડતા હતા.

4

કામરાજ અને કેયૂરીનાં પ્રેમલગ્ન હતાં પણ બંનેની ઉમરમાં બહુ જ વધારે અંતર હોવાથી હેમરાજ કામદાર કેયૂરીબહેનના ચારિત્ર્ય તરફ અવારનવાર શંકા રાખતાં હતાં. તેના કારણે બંને વચ્ચે ઝગડા થતા હતા. કામદાર ગુજરાત સરકારના ‘ઉજાલા ગુજરાત’કાર્યક્રમના આર્કિટેક્ટ તરીકે કામ કરે છે.

5

કેયૂરીબેન પર કાર ચડાવવ્યા પછી ગાડી રીવર્સમાં લઈને કામદાર ફરાર થઈ ગયા હતા. બીજી તરફ કેયૂરીબેનને 108ની એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં. તેમણે આ અંગે ફરિયાદ કરતાં વેજલપુર પોલીસે કામદાર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

6

શુક્રવારે સવારે 10 વાગ્યે હેમરાજ કામદાર ગાડી લઇને ગાંધીનગર જવા નીકળ્યા ત્યારે કેયૂરીબહેન પોતાનું લેપટોપ પાછું લેવા ગાડી પાસે ગયા. એ વખતે કામદારે તેમના પર કાર ચડાવી દીધી હતી. કેયૂરીબેન ફંગોળાઈ ગયાં હતાં પણ આગળનું વ્હીલ કેયૂરીબહેનના જમણા પગ પરફરી વળ્યું હતું.

  • હોમ
  • અમદાવાદ
  • 51 વર્ષનો પતિ, 31 વર્ષની પત્નીઃ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને આર્કિટેક્ટે કર્યું કંઈક આવું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.