આસારામ આજે નિર્દોષ છૂટશે તો પણ જેલની બહાર નહીં આવે, જાણો શું છે કારણ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરમતી મોટેરા આશ્રમમાં આસારામે સુરતની મહિલા સાથે બળાત્કાર આચર્યો હોવાની ફરિયાદ ૨૦૧૩માં અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચમાં થઈ હતી. જેમાં એસઆઈટીની રચના કરીને તપાસ કરાઈ હતી. એસઆઈટીએ તપાસ કરીને આસારામની રાજસ્થાનની જોધપુર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી હતી.
ઉપરાંત સાબરમતીમાં સાધક રાજુ ચાંડક ઉપર ફાયરિંગના કેસમાં પણ આસારામની ધરપકડ કરવાના બાકી હોય તેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી શકે છે. આમ આસારામને જોધપુર કોર્ટ સજા ફટકારે તો ગુજરાત પોલીસ હાલ પુરતા આસારામને અમદાવાદ લાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
નોંધનીય છે કે, મોટેરા આશ્રમમાં દિપેશ અને અભિષેકના ૨૦૦૮માં નિપજેલા અપમૃત્યુ કેસમાં આસારામ વિવાદમાં આવ્યા હતા. ત્યારબાદ આસારામ વિરુધ્ધના એક પછી એક કૃત્યો પ્રકાશમાં આવવા લાગ્યા હતા. એટલું જ નહીં, આશ્રમમાં રહેતા સાધકો જ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈની પાપલીલા પ્રકાશમાં લાવ્યા હતા.
અહીં એ પણ નોંધવું રહ્યું કે, જોધપુરની કોર્ટમાં બળાત્કારનો કેસ ચાલતો હતો ત્યારે એક પછી એક સાક્ષીઓ ઉપર હુમલાની ઘટનાઓ બનવા લાગી હતી. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા શાર્પ શુટર કાર્તિક હલદરની ધરપકડ કરાઈ હતી.
અમદાવાદઃ આસારામ સામેના બળાત્કાર કેસમાં આજે ચુકાદો આવવાનો છે, ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. જોકે, આજે આસારામ આ કેસમાં નિર્દોષ છૂટે તો પણ જેલની બહાર નહીં આવે. નોંધનીય છે કે, બળાત્કારના કેસમાં આસારામ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ છે. રાજસ્થાનની જોધપુર કોર્ટ આ કેસમાં તેને મુક્ત કરે તો ગુજરાત પોલીસ મોટેરા આશ્રમમાં બળાત્કારના કેસમાં સાબરમતી જેલમાં લઈ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -