ભાજપના નેતા ભાનુશાળીની હત્યાના કેસમાં ક્યા ટોચના ઉદ્યોગપતિની કરાઈ પૂછપરછ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Jan 2019 10:39 AM (IST)
1
2
પોલીસ સામે જ્યંતિ ઠક્કરે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. જ્યંતિ ઠક્કરને પોલીસે ભાનુશાળીના આર્થિક વ્યવહારો તથા બીજી પ્રવૃત્તિઓ અંગેના સવાલો પૂછ્યા હતા. ભાનુશાળી હત્યા કેસમાં જેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જ્યંતિ ઠક્કરનું પણ નામ છે.
3
અમદાવાદઃ ભાજપના નેતા જયંતિભાઈ ભાનુશાળીની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે અને પોલીસે એક ટોચના ઉદ્યોગપતિની પૂછપરછ કરી છે. પોલીસ દ્વારા જ્યંતિ ભાનુશાળી મર્ડર કેસમાં કચ્છના ઉદ્યોગપતિ જ્યંતિ ઠક્કરની પૂછપરછ થઈ છે.
4
જ્યંતિ ઠક્કર કચ્છના એક મોટા ઉદ્યોગપતિ અને ફરિયાદમા જ્યંતિ ઠક્કરનો ઉલ્લેખ હોવાથી ઠક્કર ગુરૂવારે સાબરમતી પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પછી પોલીસની જીપમાં બેસીને તે રવાના થયા હતા. જ્યંતિ ઠક્કરની એસઆઈટીના અધિકારીઓએ પૂછપરછ છે ત્યારે અનેક નવા ખુલાસા થાય આવે તેવી શક્યતા છે.