ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીને કોની સામે કેસ કરવા ફેંક્યો પડકાર ? જાણો વિગત
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -