અમદાવાદ: કયા મહિલા કોર્પોરેટરના પતિને લોકોએ જાહેરમાં ફટકાર્યો
આ અંગે પવન યાદવનું કહેવુ છે, હું તો મારા મિત્રની દુકાને બેઠો હતો આ તો કોંગ્રેસવાળાનું કાવતરૂ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિધાનસભાની સામાન્ય ચૂંટણી નજીક આવતા જ પોતપોતાના વોર્ડ વિસ્તારમા સક્રીય બનવાના મોવડીમંડળના આદેશ બાદ વિસ્તારમાં પહોંચેલા મહિલા કોર્પોરેટરના પતિને લોકોએ ઘેરાવ કરી રોષ ઠાલવવા ઉપરાંત આ અંગેનો વીડિયો પણ અપલોડ કરી સોશિયલ મીડિયા ઉપર મુકતા ઉગ્ર વિવાદ સર્જાવા પામ્યો છે.
આ વિસ્તારમાં વિકાસ માટે બે કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે એમ કહેતાની સાથે જ રહીશોએ તેમને બાંકડે બેસાડી દીધા હતા અને પુછ્યું કે, અમારી ગલી માટે ખર્ચ્યા છે પાણીની લાઈન તો અમે અમારા ખર્ચે લાવ્યા છીએ.
આ પરિસ્થિતિમાં રામોલ હાથીજણ વોર્ડના મહિલા કોર્પોરેટર કિરણ યાદવના પતિ પવન યાદવને સ્થાનિક રહીશો દ્વારા પાયાની સુવિધાઓ અંગે આપેલા વાયદાઓ પુરા ન થતાં ઘેરાવ કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. પવન યાદવ નવા વિંઝોલ વિસ્તારમાં આવેલા દરબાર વાસમા પહોંચ્યા તે સમયે સ્થાનિક રહીશોએ તેમને ઘેરી લીધા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના વિંઝોલ સહિતના અનેક વિસ્તારો હજુ આજે પણ એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સુધી રોડ રસ્તા, પાણી કે ડ્રેનેજ લાઈન માટેની પાયાની કામગીરી શરૂ પણ કરી શકાઈ નથી.
અમદાવાદ: એક તરફ અમદાવાદને સ્માર્ટસીટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બીજી તરફ હજુ આજે પણ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ન પહોંચી હોઈ સ્થાનિક રહીશો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના વિંઝોલ વિસ્તારમાં મહિલા કોર્પોરેટરના પતિને રોડ-પાણી સહિતના પ્રશ્નો ન ઉકેલાતા ઘેરાવો કરીને ઉગ્ર રોષ ઠાલ્વ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -