✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકના હિંમતનગર-રતનપુરના કાર્યક્રમને મંજૂરી પણ લદાઈ છે કઈ આકરી શરતો, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2017 10:19 AM (IST)
1

અગાઉ પાટીદાર આંદોલનની ઘેરી અસર પૂર્વના અનેક વિસ્તારોમાં જોવા મળી હતી. વસ્ત્રાલ, રામોલ, નિકોલ, બાપુનગર, ઇન્ડિયા કોલોની, નવા નિકોલ પાટીદારોની વધુ વસતીના કારણે પાટીદાર આંદોલન સંદર્ભે સંવેદનશીલ ગણાવા લાગ્યા છે. જેના કારણે હાર્દિક પટેલના સ્વાગત માટે જનારા પાટીદારો પર વોચ ગોઠવી છે અને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં આજે સર્વે કરાયો હતો.

2

અમદાવાદઃ પાટીદાર આંદોલનના સ્ફોટક નેતા હાર્દિક પટેલની 6 મહિના બાદ ઘર વાપસી થઈ રહી છે. જેના ભાગરૂપે રતનપુર બોર્ડર પર તેના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરાઈ છે. જોકે હાર્દિકના કાર્યક્રમને લઈને સાબરકાંઠાવહિવટી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

3

આજે વહેલી સવારે હાર્દિક ગુજરાત આવશે તથા તેની સાથે આ પાંચસોથી વધુ કારોનો કાફલો જોડાશે તેવો દાવો પાસના નેતાઓએ કર્યો છે. જોકે ભિલોડના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે રતનપુર બોર્ડર પર માત્ર પાંચ જ વાહનો લઈ જવાની મંજૂરી આપી છે. જેના પગલે પાટીદાર આયોજકો વિમાસણમાં મૂકાયા છે.

4

ઉપરાંત ભિલોડાને મેજિસ્ટ્રેટે અન્ય કડક શરતો પણ રાખી છે. જેના લીધે પાસના નેતાઓની મુશ્કેલી વધી ગઈ છે. મેજિસ્ટ્રેટે આ કાર્યક્રમને મંજૂરી આપવા સાથે શરતો રાખી છે કે, રતનપુર બોર્ડર પર ત્રણ કિલોમીટર સુધીના ઘેરાવામાં વાહનો પાર્ક નહીં કરી શકાય જેના કારણે લાખોની સંખ્યામાં પાટીદારો આવાવનો દાવો કરનારા પાસના નેતાઓ મૂંઝવણમા મૂકાયા છે.

5

ઉપરાંત રેલીમાં સૂત્રોચાર ન પોકારવાની ખાસ તાકીદ કરાઈ છે. ઉપરાંત મંજૂરીમાં જણાવવામાં આવ્યું છે કે, મંડપ પણ બાંધવામાં નહીં આવે અને તેમજ રેલી પણ નહીં યોજી શકાય.

6

ઉપરાંત સમગ્ર કાર્યક્રમની વીડિયોગ્રાફિ કરીને પોલીસને આપવાની શરતો મૂકાઈ છે. આ કાર્યક્રમ માટે સવારે 10થી 10.45 કલાક સુધીની પરમીશન આપવામાં આવી છે. સરકારે આવું કડક વલણ અપનાવતા પાટીદાર નેતાઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકના હિંમતનગર-રતનપુરના કાર્યક્રમને મંજૂરી પણ લદાઈ છે કઈ આકરી શરતો, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.