✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકની રેલીમાં નીતિશ આવશે કે નહીં? શું વાયરલ થયો મેસેજ અને હાર્દિકે શું કરી સ્પષ્ટતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jan 2017 11:04 AM (IST)
હાર્દિકની રેલીમાં નીતિશ આવશે કે નહીં? શું વાયરલ થયો મેસેજ અને હાર્દિકે શું કરી સ્પષ્ટતા?
1

જોકે, હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે, નીતિશ કુમારે રેલીમાં હાજર રહેવાની ના પાડી નથી અને આ પ્રકારના મેસેજ ફરતા થયા છે તે ખોટા છે. હાર્દિકે દાવો કર્યો હતો કે, નીતિશ કુમાર હાજર રહેશે જ અને રેલીની તારીખ જ બદલવામાં આવી છે. જેડીયૂના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, બિહારના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેથી નીતિશ તેમા વ્યસ્ત હોવાથી હાર્દિકની રેલીમાં જઈ શકશે નહીં.

2

જેડીયુના નેતા કે. સી. ત્યાગીએ જણાવ્યું હતું કે, અમે હાર્દિકને નીતિશ કુમાર હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે અને રેલી 11 માર્ચ પછી પણ યોજી શકાય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેમની પાર્ટી પંજાબ અને યુપીમાં કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે. તેથી નીતિશ કુમારને ચૂંટણી પ્રચાર માટે મુલાકાત કરવાની છે.

3

જેડીયુના નેતાઓએ જણાવ્યું હતું કે, હાર્દિકની રેલીમાં સામેલ થવાના નીતિશના નિર્ણયને દારૂબંધી મુદ્દે મોદી દ્વારા નીતિશ કુમારના કરવામાં આવેલા વખાણ સાથે કોઈ લેવા દેવા નથી. નીતિશ કુમાર વિપક્ષી નેતા છે કે, જેમણે પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

4

નીતિશ કુમારે ઉત્તરપ્રદેશ ચૂંટણીની વ્યસ્તતાનું કારણ આગળ ધરી હાર્દિક પટેલને ગુજરાત આવવાનો નનૈયો ભણ્યો છે. નીતિશકુમારના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સાથે એમની નિકટતા વધી હોવાની ચર્ચાઓ તેજ બની છે.

5

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી લાઇમ લાઇટમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલે ગત મહિને નિતિશ કુમાર સાથે પટનામાં મુલાકાત કરી હતી. આ દરમિયાન એણે 28 જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. એ વખતે નિતિશકુમારે આવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ મીડિયામાં આવી રહેલ તાજા સમાચાર અનુસાર એમણે હવે આ રેલીમાં જવાનું માંડી વાળ્યું છે.

6

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાત પરત ફરવાને છે, ત્યારે તેને આવકારવા માટે તડામાર તૈયારી થઈ રહી છે. તે આવવાનો છે તે અગાઉ સોશિયલ મીડિયા પર એક મેસજ ફરતો થયો છે. આ મેસેજ પ્રમાણે હાર્દિકની 28મી જાન્યુઆરીએ યોજાનારી રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર નહીં રહે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકની રેલીમાં નીતિશ આવશે કે નહીં? શું વાયરલ થયો મેસેજ અને હાર્દિકે શું કરી સ્પષ્ટતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.