બોપલમાં બંધ કોલ સેન્ટરમાં પોલીસના દરોડામાં યુવક-યુવતી કેવી હાલતમાં પકડાયા, જાણો
અમદાવાદ: કોલ સેન્ટરનું નામ પડે એટલે પોલીસ કોઈપણ જાતનું જોખમ લેતી નથી અને કાર્યવાહી કરે છે. સાઉથ બોપલમાં એક કોલ સેન્ટર ચાલતું હોવાની વિગત મળતાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના R.R. સેલે દરોડો પાડ્યો હતો. પણ, બંધ જણાતાં કોલ સેન્ટરમાંથી એક યુવક અને એક યુવતી દારૂનો નશો કરતાં પકડાઈ ગયા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ રૂરલ પોલીસના R.R. સેલના PSI એસ.એન. રામાણી અને ટીમે બાતમીના આધારે સાઉથ બોપલમાં સોબો સેન્ટર સનસિટી કોમ્પલેક્સમાં ‘આઈ ફેર ઈન્ફોટેક, એમ્પાવરીંગ ધ ઈન્ટરનેટ જનરેશન’ નામની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. નકલી કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીથી પોલીસની ટીમે દરોડો પાડ્યો તે ઓફિસમાંથી કોમ્પ્યૂટર્સ, લેપટોપ અને અન્ય કોમ્પ્યૂટરની સાધનસામગ્રી મળી આવી છે.
ઓફિસમાંથી સંચાલક યુવતી પલકબહેન પ્રકાશભાઈ પટેલ (રહે. ગાલા સ્વિંગ, સાઉથ બોપલ) અને કુલદિપ ભરતભાઈ મહેતા (રહે. આકૃતિ સોસાયટી, જોધપુર ગામ, અમદાવાદ) દારૂનો નશો કરતાં મળી આવ્યાં હતાં. બન્ને સામે પાસ પરમીટ વગર દારૂનો નશો કરવા અંગે નવા કાયદા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કોલ સેન્ટર અંગે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
આ ઓફિસમાંથી કોલ સેન્ટર નથી મળ્યું પણ લીડ, સ્ક્રીપ્ટ અને અન્ય સામગ્રી મળતાં પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ સામગ્રીની ચકાસણી કરતાં વિદેશમાં કોલ કરવા માટેની લીડ, સ્ક્રીપ્ટ મળી આવ્યા હતા. તેમજ ડેસ્કટોપ ફોરમેટ મારીને ડિલીટ કરાઈ હોવાનું જણાતાં તમામ સામગ્રી કબજે કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -